Surat News/ સુરતના સરથાણામાં બનાવશે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, મનપા કરશે 103 કરોડનો ખર્ચ

સુરત મનપામાં જોડાયેલા નવા ગામો માટે આગામી સમયમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે. મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકા સરથાણા વિસ્તારમાં 103 કરોડના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવશે. જેની કેપેસિટી 60 એમ.એલ.ડીની રહેશે, જેના લીધે મનપામાં સામેલ થયેલા 25થી વધુ ગામોને પ્રાથમિક સુવિધા મળશે.

Gujarat Surat Breaking News

Surat News: સુરત મનપામાં જોડાયેલા નવા ગામો માટે આગામી સમયમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે. મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકા સરથાણા વિસ્તારમાં 103 કરોડના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવશે. જેની કેપેસિટી 60 એમ.એલ.ડીની રહેશે, જેના લીધે મનપામાં સામેલ થયેલા 25થી વધુ ગામોને પ્રાથમિક સુવિધા મળશે.

મનપાના વિસ્તરણમાં સામેલ થયેલા ગામોને પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટની સુવિધાઓ આપવા માટે આયોજન કરવામા આવ્યું. આમ કોર્પોરેશન દ્વારા નવા ગામો માટે સગવડો પૂરી પાડવાની તૈયારી શરૂ કરવાનું આયોજન શરૂ કરી દેવાયું છે. તેના લીધે નવા જોડાયેલા વિસ્તારોમાં નવી સગવડો પણ મળશે.

આસપાસના વિસ્તારોમાં પણ જનસંખ્યા વધતા નવી સોસાયટી અને હાઈરાઇઝ બિલ્ડીંગો બંધાઈ રહી છે. ગામ તળના મલીન જળને ટ્રીટ કર્યા વગર વરાછા ખાડીમાં ડિસ્ચાર્જ કરવામાં આવે છે. જેને પગલે આગામી વર્ષ 2040 સુધી આયોજનને ધ્યાનમાં રાખી પાલિકા દ્વારા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે. જેની કેપેસિટી 60 એમએલડીની રહેશે. જેને આગામી વર્ષ 2040 સુધી 99 એમએલડી સુધી વધારવી પડશે. હાલ મનપદ દ્વારા બાર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે.

કતારગામ ઝોનમાં આવેલા 134 એમએલડીના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું વિસ્તૃતિકરણ કરી પ્લાન્ટની ક્ષમતા 220 એમએલડી સુધીની કરાશે, એ જ રીતે કરંજ વિસ્તારમાં આવેલા 140 એમએલડીના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું વિસ્તૃતિકરણ કરી પ્લાન્ટની ક્ષમતા 211 એમએલડી કરાશે.

સુરત મનપાએ ભૂગર્ભ ગટર વ્યવસ્થા મારફતે શહેરમાંથી ઉત્પન્ન થતા ગંદા પાણીનું એકત્રિકરણ કરી છે, અને  શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી શુદ્ધિકરણ કરવામાં કરવામાં આવે છે. મનપાએ અનેક વિસ્તારોમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપિતને ગંદા પાણીને શુદ્ધ કરવામાં આવે છે. સુરત મનપા આગામી સમયમાં શહેરમાં ડ્રેનેજના ગેરકાયદે જોડાણ કરનારા સામે ડ્રાઈવ ચલાવશે. જેમા ગેરકાયદે ડ્રેનેજ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે. અને શહેરમાં ગેરકાયદે ડ્રેનેજનો સર્વે કરવામાં પણ કરવામાં આવશે.

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરાઃ બંધ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અસર, છાણી તળાવમાં વરસાદી કાંસમાંથી આવે ગટરનું પાણી, ડ્રેનેજના પાણીમાં નિકાલ માટે રજૂઆત, ડ્રેનેજનું પાણી આવતા નાગરિકો પરેશાન, મચ્છરનો વ્યાપ

આ પણ વાંચો: નર્મદા પમ્પિંગ સ્ટેશન, બેડી વોટર પમ્પિંગ સ્ટેશન અને ગૌરીદળ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત કરતા કમિશનર અરોરા

આ પણ વાંચો: CM રૂપાણીનાં નેતૃત્વમાં સોલાર એનર્જી થકી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનાં સંચાલન માટે સમગ્ર દેશમાં ગુજરાત અગ્રેસર