અંકલેશ્વર,
અંકલેશ્વર રેલવે સ્ટેશન વિસ્તારમાંથી સ્ટેટ વિજિલન્સની ટીમે જુગારધામ પર દરોડા પાડ્યા હતા. પોલીસે રૂપિયા 59 હજારના મુદ્દામાલ સાથે 20 આરોપીની ધરપકડ કરી અને ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કર્યા હતા. જુગારધામ ચલાવતા રમેશ વસાવા, સદ્દામ અને દત્તુ મોદીને વોન્ટેડ જાહેર કરાયા છે. જાહેરમાં આંકડાનો જુગાર રમતા 20 જણા ઝડપાયા.
