Not Set/ ભાવનગર: આરસીસી રોડ બનાવવામાં તંત્રની ઘોર બેદરકારી, રોડ વચ્ચે જ વીજ પોલ

ભાવનગર, ભાવનગર શહેરના મોતીતાલાવ વિસ્તારમાં ધારાસભ્ય અને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાનના પ્રયાસથી સરકારની ગ્રાન્ટ માંથી ૩ થી સાડાત્રણ કરોડના ખર્ચ આરસીસી રોડ બનવાનું કામ હાથ ધરાયું છે. ત્યારે આ રોડ પર પીજીવીસીએલના વીજ પોલ રસ્તાની વચ્ચે જ હોવાથી રોડ પર અડચણરૂપ બન્યા છે. જેમાં તંત્રની બેદરકારી કે પીજીવીસીએલ અને તંત્ર વચ્ચે અભાવ કહી શકાય […]

Top Stories Gujarat Others

ભાવનગર,

ભાવનગર શહેરના મોતીતાલાવ વિસ્તારમાં ધારાસભ્ય અને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાનના પ્રયાસથી સરકારની ગ્રાન્ટ માંથી ૩ થી સાડાત્રણ કરોડના ખર્ચ આરસીસી રોડ બનવાનું કામ હાથ ધરાયું છે. ત્યારે આ રોડ પર પીજીવીસીએલના વીજ પોલ રસ્તાની વચ્ચે જ હોવાથી રોડ પર અડચણરૂપ બન્યા છે.

જેમાં તંત્રની બેદરકારી કે પીજીવીસીએલ અને તંત્ર વચ્ચે અભાવ કહી શકાય તેમ આ વીજ પોલ આરસીસી રોડનું કામ શરુ કરવા છતાં જેમ ના તેમ રોડની વચ્ચે છે.

જેના લીધે રોડ પૂર્ણ થયા બાદ વાહન ચાલકો રાત્રીના સમયે વીજપોલ સાથે અકસ્માતે અથડાય તેવો ભય સ્થાનિકોમાં ઉભો થયો છે. જયારે આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ દ્વારા જણાવ્યું હતું કે, રોડ પર રહેલા વીજ પોલ અંગે જાન થવાની સાથે જ મહાનગર પાલિકાના કમિશ્નર સાથે સ્થળ તપાસ કરી નડતરરૂપ વીજ પોલ હટાવવા અધિકારીઓને સુચના આપી દેવામાં આવી છે.

પરંતુ હવે જ્યાં એક તરફ રોડનું કામ શરુ થઇ ગયું છે, ત્યાં ઉભેલા વીજ પોલ હટાવામાં આવે તો રોડ પર મોટો ખાડો બની જશે તો શું આ ખાડાઓ પુવામાં આવશે કે કેમ તે અંગે લોકોમાં અનેક સવાલો ઉભા થયા છે.

મહાનગર પાલિકા દ્વારા કરોડોના ખર્ચે મોતીતાલાવ રોડનું કામ હાથ ધરાયું ત્યારે તંત્ર દ્વારા અગાવ આયોજન કરી પીજીવીસીએલને જાન કરી રોડ બનાવામાં અડચણ રૂપ બનેલા વીજ પોલ કેમ ન હટાવાયા જે અંગે યુથ કોંગ્રેસના પ્રમુખ દ્વારા જણાવ્યું કે, તંત્રની ઘોર બેદરકારી છે.

જો રોડ બનાવ્યા પહેલા વીજપોલ હટાવ્યા હોત તો પ્રજાના ખોટા રૂપિયાનો બગાડ ન થાત સાથે જ પીજીવીસીએલ દ્વારા ઝડપથી જો આ વીજપોલ નહિ હટાવાયા તો રોડ પર ચાલનારા નાના વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની શકે છે.

સાથે જ જો રોડ પૂરો થાય પછી પોલ હટાવાની કામગીરી કરાય તો ફરી આ રોડ બનાવો પડે અને આવા અધૂરા કામ સાથે મહાનગર પાલિકાની બેદરકારી સામે આવી પછી તંત્ર દ્વાર વીજપોલ હટાવની કામગીરી શરુ કરવામાં આવે તે બાબત વ્યાજબી ના કહેવાય.

મહાનગર પાલિકા અને પીજીવીસીએલ સાથે સંકનનો અભાવ કે મહાનગર પાલિકાની બેદરકારીનો ભોગ નિર્દોષ શહેરીજનો બને તેવી પરિસ્થિતિનું નિર્માણ મહાનગર પાલિકાના પદાધીકરીઓ અને અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હોવાનું આ મોટી ઉદાહરણ બની રહેશે.