Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Surat News/ સુરતમાં જમીન કૌભાંડનો ભંડાફોડ, રૂ.4.81 કરોડની છેતરપિંડી બહાર આવી

સુરતમાં જમીન સોદાના નામે રૂ.4.81 કરોડના કૌભાંડ (Land Scam Surat)નો પર્દાફાશ… બોગસ બેંક ખાતાં અને નકલી IDથી છેતરપિંડી આચરનાર 5 આરોપીઓની ધરપકડ.

May 19, 2026Maya Sindhav
Top Stories Gujarat Surat Breaking News
Land Scam Surat: જમીન ડીલના નામે ₹4.81 કરોડની છેતરપિંડી

Surat News: સુરતમાં જમીન સોદાના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી (Land Scam Surat)નો મોટો મામલો સામે આવ્યો છે. ઇકોસેલ પોલીસે આશરે રૂ.4.81 કરોડના કૌભાંડનો પર્દાફાશ કરી મુખ્ય આરોપી રવિ કોલડિયા સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. સમગ્ર ઘટનાએ શહેરના રિયલ એસ્ટેટ અને બેંકિંગ વર્તુળોમાં ચકચાર મચાવી દીધી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ વિવિધ બેંકોમાં બોગસ ખાતાં ખોલીને છેતરપિંડી (Land Scam Surat)થી મેળવાયેલા નાણાં ટ્રાન્સફર કર્યા હતા. ખાસ કરીને YES Bank અને IDBI Bankમાં નકલી દસ્તાવેજોના આધારે ખાતાં ખોલવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

Land Scam Surat :જમીન ડીલના નામે ₹4.81 કરોડની છેતરપિંડી

https://mantavyanews.com/wp-content/uploads/2026/05/WhatsApp-Video-2026-05-19-at-2.16.54-PM.mp4

તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારો ખુલાસો એ થયો કે આરોપીઓએ નકલી ઓળખપત્રો અને મોબાઈલ સિમકાર્ડ મેળવવા માટે કેટલાક ખાનગી કંપનીના કર્મચારીઓ તેમજ બેંક સ્ટાફની મદદ લીધી હતી. પ્રાથમિક માહિતી મુજબ, મોબાઈલ સિમકાર્ડ અને બેંક એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાની શંકા છે.

https://mantavyanews.com/wp-content/uploads/2026/05/BYTE-1.mp4

ઇકોસેલ પોલીસ હાલમાં આ સમગ્ર કૌભાંડ (Land Scam Surat)માં બેંક અધિકારીઓ અથવા અન્ય કોઈ આંતરિક વ્યક્તિની સંડોવણી છે કે નહીં તેની પણ ગંભીરતાથી તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, કૌભાંડને ખૂબ જ આયોજનબદ્ધ રીતે અંજામ આપવામાં આવ્યો હતો.

તપાસ એજન્સીઓ હવે નાણાંના ટ્રાન્ઝેક્શન, બેંક ખાતાં, દસ્તાવેજો અને મોબાઈલ કનેક્શનની વિગતવાર તપાસ કરી રહી છે. કૌભાંડ (Land Scam Surat)માં વધુ લોકોના નામ બહાર આવે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.પોલીસે આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી, વિશ્વાસઘાત અને દસ્તાવેજોમાં ચેડાં સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.


આ પણ વાંચો:કડીના જમીન કૌભાંડ કેસમાં તંત્રની કાર્યવાહી, શાળા, મંદિરની જગ્યાના વેચાણની નોંધ કરાશે નામંજૂર

આ પણ વાંચો:કરોડોના જમીન કૌભાંડ મામલે રમણલાલ વોરા ફરી એકવાર વિવાદમાં ફસાયા

આ પણ વાંચો:સુરતમાં કઠોરની જમીન કૌભાંડ મામલે CID ક્રાઈમમાં ફરિયાદ

Post navigation

ભારતના પાડોશી દેશમાં ભૂખનો આતંક, વસ્તીના 10% લોકો ભય હેઠળ, વિદેશી સહાયમાં 70% નો ઘટાડો
દુનિયાનો એકમાત્ર દેશ જ્યાં પક્ષીઓ માટે બને છે પાસપોર્ટ, માણસોની જેમ ફ્લાઈટમાં કરે છે મુસાફરી

More Posts

Surat News/ સાયણમાં કાપડ વણાટના બંધ કારખાના મુદ્દે સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાનો વિવર્સો સાથે સંવાદ

November 9, 2025jani

Not Set/ બુરાડી કાંડ: સામે આવ્યા ચોંકાવનારા CCTV ફૂટેજ, આવી રીતે બનાવ્યો હતો મોતનો પ્લાન

July 5, 2018Nirmal Acharya

Not Set/ New Showમાં એસીપી પ્રદ્યુમન એકવાર ફરી ‘દયા કુછ તો ગડબડ હૈ’ નાં ડાયલોગ અને ટીમ સાથે ઝળકશે

May 17, 2019May 17, 2019hardik shah

IPL 2023/ રાજસ્થાન રોયલ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 9 વિકેટે હરાવ્યું, યશસ્વી જયસ્વાલ બે રનથી સદી ચૂક્યો

May 11, 2023garima rao

નિધન/ જાણીતા ભજનિક જગમાલ બારોટનું નિધન, શ્રોતાઓમાં પ્રસરી દુઃખની લાગણી

February 12, 2021Maya Sindhav

Vadodara News/ એમપીમાંથી પકડાયેલા ડ્રગ્સનો છેડો વડોદરા પહોંચ્યો, રાવપુરામાં ટ્રામાડોલની 15,300 ટેબ્લેટ જપ્ત

September 21, 2024jani

Congress Rahul Gandhi/ રાહુલ ગાંધી આવતાની સાથે જ તૂટી પડ્યો મંચ

May 27, 2024May 27, 2024Nikunj Patel

જીએસટી કૌભાંડ/ ગુજરાતમાં GST ચોરીનું મોટું કૌભાંડ સરકારી તિજોરીને 15000 કરોડનું નુક્સાન ભાવનગર, સુરત, અમદાવાદમાં GST ચોરી કરી આણંદ, ધોળકા, ધધુકા, ભરૂચમાં GSTની ચોરી કૌભાંડના પગલે પોલીસ અને GST વિભાગની તપાસ મોટા માથાની સંડોવણી હોવાનો પ્રાથમિક અંદાજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આપ્યા તપાસ ના આદેશ આગામી સપ્તાહ સીએમ કરશે રિવ્યુ બેઠક અલગ અલગ MO સાથે આચરવામાં આવ્યું કૌભાંડ ખોટી પેઢી બનાવી અને ખોટા દસ્તાવેજનો ઉપયોગ ડિજિટલ ક્રેડિટ ચેઇનને રોકવા સરકયુલર ટ્રેડિંગનો ઉપયોગ ટર્ન ઓવર બનાવવા માટે પણ સરકયુલર ટ્રેડિંગનો ઉપયોગ બિલ, ITC પાસ કરાવવા ખોટી કંપની સાચી બચાવી ભાવનગર સ્કેપ બિઝનેસથી કૌભાંડની શરૂઆત

April 28, 2023jani

Gujarat election 2022/ વાઘોડિયાના ભારાડી નેતા મધુ શ્રીવાસ્તવનું પત્તુ કપાયુ

November 10, 2022jani

New Delhi/ તાલીમાર્થી IAS પૂજાની નોકરી બચશે કે જશે ?

July 11, 2024Nikunj Patel
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy