International Biodiversity Day 2026: આજે 22 મે ના રોજ સમગ્ર વિશ્વમાં ‘આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ’ (Biodiversity Day) મનાવવામાં આવી રહ્યો છે. પ્રકૃતિ અને માનવજીવન વચ્ચેના અતૂટ સંબંધને સમજવા અને નામશેષ થઈ રહેલા જીવોના રક્ષણ માટે આ દિવસ અત્યંત મહત્વપૂર્ણ છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા આ વર્ષે “એક્ટિંગ લોકલી ફોર ગ્લોબલ ઈમ્પેક્ટ” (Acting locally for global impact) થીમ જાહેર કરવામાં આવી છે. આ થીમનો સ્પષ્ટ સંદેશ છે કે વૈશ્વિક સ્તરે પર્યાવરણને બચાવવા માટે આપણે સ્થાનિક સ્તરેથી જ નાના પ્રયાસો શરૂ કરવા પડશે. આપણું અસ્તિત્વ સંપૂર્ણપણે પ્રકૃતિ પર નિર્ભર છે, તેથી તેને બચાવવી એ માત્ર સરકારની જ નહીં, પરંતુ આપણી સૌની સામૂહિક જવાબદારી છે.
આ દિવસનો ઇતિહાસ અને મહત્વ
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ જૈવવિવિધતાના મુદ્દાઓ વિશે સમજ અને જાગૃતિ વધારવા માટે 22 મે ના દિવસને પસંદ કર્યો છે. શરૂઆતમાં વર્ષ 1993 માં આ દિવસ 29 ડિસેમ્બરના રોજ ઉજવવાનું નક્કી કરાયું હતું. પરંતુ ડિસેમ્બરના અંતમાં આવતી રજાઓને કારણે ઘણા દેશો માટે ઉજવણીનું આયોજન કરવું મુશ્કેલ બનતું હતું. તેથી ડિસેમ્બર 2000 માં તારીખ બદલીને 22 મે કરવામાં આવી હતી. આ દિવસ પ્રકૃતિ પ્રત્યે આપણી ફરજો યાદ અપાવે છે.
વર્ષ 2026 ની વિશેષ થીમ
સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા આ વર્ષના જૈવવિવિધતા દિવસ માટે “એક્ટિંગ લોકલી ફોર ગ્લોબલ ઈમ્પેક્ટ” (Acting locally for global impact) એટલે કે ‘વૈશ્વિક અસર માટે સ્થાનિક સ્તરે કાર્ય કરવું’ થીમ નક્કી કરવામાં આવી છે. આ થીમનો મુખ્ય હેતુ એ સમજાવવાનો છે કે પૃથ્વી અને પર્યાવરણને બચાવવા માટે કોઈ રાતોરાત ચમત્કાર નહીં થાય. પરંતુ જો સમાજનો દરેક વ્યક્તિ, સંસ્થા અને સ્થાનિક સમુદાય પોતાના સ્તરેથી પર્યાવરણ બચાવવાના નાના-નાના પ્રયાસો શરૂ કરશે, તો તેની સીધી અને સકારાત્મક અસર આખા વિશ્વ પર પડશે.

જીવન ટકાવી રાખવા જૈવવિવિધતા કેમ જરૂરી છે?
જૈવવિવિધતા(Biodiversity Day) માત્ર વૃક્ષો અને પ્રાણીઓ પૂરતી સીમિત નથી, તે આપણા જીવનનો પાયો છે. દુનિયાની 80% ગ્રામીણ વસ્તી મૂળભૂત આરોગ્ય સંભાળ માટે પરંપરાગત વનસ્પતિ આધારિત દવાઓ પર નિર્ભર છે. આ ઉપરાંત આપણો 80% આહાર વનસ્પતિમાંથી જ મળે છે. જો જૈવવિવિધતા(Biodiversity Day) નાશ પામશે, તો કોરોનાવાઇરસ જેવી ‘ઝૂનોટિક’ (પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાતી) બીમારીઓનો ખતરો અનેકગણો વધી જશે. વર્તમાન સમયમાં વિશ્વની અંદાજિત 8 મિલિયન પ્રજાતિઓમાંથી 1 મિલિયન (10 લાખ) પ્રજાતિઓ લુપ્ત થવાના આરે છે, જે માનવજાત માટે અત્યંત ગંભીર ચેતવણી છે.
2030 માટેના વૈશ્વિક લક્ષ્યાંકો(Biological Diversity)
ડિસેમ્બર 2022 માં કુનમિંગ-મોન્ટ્રીયલ ગ્લોબલ બાયોડાયવર્સિટી(Biodiversity Day) ફ્રેમવર્ક (KMGBF) અપનાવવામાં આવ્યું હતું. આ યોજના અંતર્ગત વર્ષ 2030 સુધીમાં 23 મોટા લક્ષ્યાંકો પૂરા કરવાના છે. જેમાં 30% ખરાબ થયેલી ઇકોસિસ્ટમને પુનઃસ્થાપિત કરવી, 30% જમીન અને જળ વિસ્તારોનું સંરક્ષણ કરવું અને પર્યાવરણ બચાવવા દર વર્ષે 200 અબજ ડોલરનું ભંડોળ એકઠું કરવું જેવા મહત્વના પગલાં સામેલ છે. વર્ષ 2026 ચાલી રહ્યું છે, એટલે કે આપણી પાસે આ લક્ષ્યાંકો પૂરા કરવા માટે માત્ર 4 વર્ષનો સમય બચ્યો છે.
પર્યાવરણ બચાવવા આપણે શું કરી શકીએ?
આહારમાં સ્થાનિક અને મોસમી ફળો-શાકભાજીનો વધુ ઉપયોગ કરો. માંસાહાર ઘટાડવાથી કુદરતી સંસાધનો પરનું દબાણ ઘટે છે.
ખરીદી કરતી વખતે ઇકો-ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ પસંદ કરો અને સ્થાનિક બજારોને પ્રોત્સાહન આપો.
ઇલેક્ટ્રોનિક્સ અને કપડાં સીધા ફેંકી દેવાને બદલે તેને રિપેર, રિ-યુઝ અને રિસાયકલ કરવાની આદત પાડો. ખોરાકનો બગાડ ટાળો.
કેમિકલયુક્ત ડિટર્જન્ટ અને કોસ્મેટિક્સનો ઉપયોગ ઘટાડીને કુદરતી અને પર્યાવરણને(Biodiversity Day) અનુકૂળ વિકલ્પો અપનાવો.
આ પણ વાંચો: આજે ‘વિશ્વ મધમાખી દિવસ’, જાણો 20 May નું મહત્વ અને આ વર્ષની અનોખી થીમ
આ પણ વાંચો: આજે 17 મે વિશ્વ હાઈપરટેન્શન દિવસ, ‘હાઈપરટેન્શન’ ને કંટ્રોલ કરવા માટે આયુર્વેદના અદભુત ઉપાયો




