Jamnagar News/ ખંભાળિયામાં ડીઝલ વિતરણ પર નિયંત્રણ: 200 લીટર માટે પુરાવા ફરજિયાત

તાજેતરમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ડીઝલ (Diesel)ની અછત અને વધતી માંગ વચ્ચે સંગ્રહખોરીની ફરિયાદો સામે આવી રહી હતી

Top Stories Gujarat Others
જામનગર જિલ્લાના ખંભાળિયામાં ડીઝલ (Diesel)ના ખુલ્લા વેચાણ અને વિતરણને લઈને સ્થાનિક તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે

Jamnagar News : જામનગર જિલ્લાના ખંભાળિયામાં ડીઝલ (Diesel)ના ખુલ્લા વેચાણ અને વિતરણને લઈને સ્થાનિક તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ખંભાળિયા મામલતદારે જાહેર કરેલા નવા પરિપત્ર અનુસાર હવે ખુલ્લા પાત્ર, કેન અથવા ડ્રમમાં વધુમાં વધુ 200 લીટર સુધી જ ડીઝલ આપવામાં આવશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ સંગ્રહખોરી રોકવાનો અને જરૂરીયાતમંદ ખેડૂતો સુધી યોગ્ય રીતે ડીઝલ પહોંચે તે સુનિશ્ચિત કરવાનો છે.

પરિપત્ર મુજબ ખેડૂતોને ડીઝલ મેળવવા માટે ઓળખ અને માલિકીના પુરાવા રજૂ કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જેમાં આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ તેમજ ટ્રેક્ટર અથવા ખેતીના સાધનની આર.સી.બુક જેવા દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. જો કોઈ વ્યક્તિ જરૂરી પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ જશે તો તેના સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

તાજેતરમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ડીઝલ (Diesel)ની અછત અને વધતી માંગ વચ્ચે સંગ્રહખોરીની ફરિયાદો સામે આવી રહી હતી. તેવા સમયમાં તંત્રે ડીઝલના વિતરણ પર નિયંત્રણ મૂકીને પરિસ્થિતિ કાબૂમાં રાખવાનો પ્રયાસ કર્યો છે. ખાસ કરીને ખેતીના સીઝનમાં ખેડૂતોને ડીઝલની જરૂરિયાત વધારે રહેતી હોવાથી યોગ્ય વિતરણ સુનિશ્ચિત કરવા આ પગલું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

તંત્ર દ્વારા પેટ્રોલ પંપ સંચાલકોને પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે નિયમોનું કડક પાલન કરવું અને કોઈપણ પ્રકારની ગેરરીતિ સામે તરત જાણ કરવી. આગામી દિવસોમાં તપાસ વધુ કડક બનવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો : રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓની વ્યવસ્થા અંગેની સમીક્ષા બેઠક યોજાઇ…

આ પણ વાંચો : રાજકોટમાં પેટ્રોલ-ડીઝલ અછતની અફવા મામલે ફરિયાદ નોંધાઈ

આ પણ વાંચો : પેટ્રોલ-ડિઝલ બાદ સ્ટેશનરીની વસ્તુમાં 20 ટકા સુધીનો વધારો