Today Special/ આજે ‘વિશ્વ મધમાખી દિવસ’, જાણો 20 May નું મહત્વ અને આ વર્ષની અનોખી થીમ

આજે 20 May ના રોજ વિશ્વભરમાં ‘World Bee Day’ મનાવવામાં આવી રહ્યો છે. આ વર્ષની થીમ માનવ અને મધમાખીની હજારો વર્ષ જૂની ભાગીદારી પર આધારિત છે. વાંચો ખાસ પ્રેરણાદાયી અહેવાલ.

Top Stories Trending Lifestyle
World Bee Day

World Bee Day 2026: આજે અર્થાત્ 20 Mayના રોજ સમગ્ર દુનિયામાં ‘વિશ્વ મધમાખી દિવસ’ (World Bee Day 2026) મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય મનુષ્ય અને પૃથ્વીને સ્વસ્થ રાખવામાં મધમાખીઓ તેમજ અન્ય પરાગનયન કરનારા કીટકો (Pollinators) ની મહત્વપૂર્ણ ભૂમિકા અને વર્તમાન સમયમાં તેઓ જે પડકારોનો સામનો કરી રહ્યા છે, તે અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે.

સ્લોવેનિયા સરકારના પ્રયાસો અને એપિમોન્ડિયા (Apimondia) ના સમર્થનથી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UN General Assembly) એ 20 Mayને ‘વિશ્વ મધમાખી દિવસ’ તરીકે જાહેર કર્યો હતો, જે અંતર્ગત વર્ષ 2018 થી દર વર્ષે આ દિવસ ઉજવાય છે.

World Bee Day

20 Mayના રોજ જ કેમ ઉજવાય છે આ દિવસ?

આ ખાસ દિવસની ઉજવણી માટે 20 Mayની તારીખ પસંદ કરવા પાછળ એક ખાસ કારણ છે. આ દિવસે આધુનિક મધમાખી ઉછેર (Apiculture) ના પ્રણેતા એન્ટોન જાનસા (Anton Jansa) નો જન્મ થયો હતો. તેઓ સ્લોવેનિયાના એક એવા પરિવારમાંથી આવતા હતા જ્યાં મધમાખી(Bee) ઉછેર એક મહત્વપૂર્ણ કૃષિ પ્રવૃત્તિ તરીકે લાંબી પરંપરા ધરાવે છે.

વર્તમાન સમયમાં મધમાખી(Bee)ઓ અને અન્ય ઉપયોગી કીટકોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ દિવસ સરકારો, સંસ્થાઓ અને સામાન્ય નાગરિકોને એવા કાર્યો તરફ આગળ વધવાની તક આપે છે જેનાથી મધમાખીઓના રહેઠાણનું રક્ષણ થાય અને ટકાઉ મધમાખી ઉછેરને પ્રોત્સાહન મળી શકે.

World Bee Day

વર્ષ 2026 ની વિશેષ થીમ:

આ વર્ષની થીમ “Bee together for people and the planet”

આ વર્ષે આજે 20 May 2026 ના રોજ આ વૈશ્વિક ઉત્સવ…

“Bee together for people and the planet: A partnership that sustains us all”

(લોકો અને પૃથ્વી માટે સાથે મળીને મધમાખી બચાવો: એક એવી ભાગીદારી જે આપણું અસ્તિત્વ ટકાવી રાખે છે)

આ વિશેષ થીમ હેઠળ મનાવવામાં આવી રહ્યો છે. હજારો વર્ષોથી મનુષ્યો અને મધમાખીઓ વચ્ચે ગાઢ સંબંધ રહ્યો છે, જે ખોરાક, આજીવિકા અને સાંસ્કૃતિક ઓળખ સાથે જોડાયેલો છે.

આ વર્ષની થીમ મુખ્યત્વે એ વાત પર ધ્યાન કેન્દ્રિત કરશે કે કેવી રીતે પરંપરાગત જ્ઞાન અને આધુનિક ટેકનોલોજી સાથે મળીને ટકાઉ મધમાખી ઉછેરમાં ફાળો આપી શકે છે. તે મધમાખી ઉછેર સાથે જોડાયેલી મહિલાઓ અને યુવાનોની આજીવિકામાં સુધારો કરવા અને કૃષિ-ખાદ્ય પ્રણાલીને મજબૂત કરવા પર ભાર મૂકે છે. વિશેષરૂપે આ થીમ ‘ઇન્ટરનેશનલ યર ઓફ રાંગલેન્ડ એન્ડ પાસ્ટોરાલિસ્ટ્સ 2026’ અને ‘ઇન્ટરનેશનલ યર ઓફ ધ વુમન ફાર્મર 2026’ સાથે સુસંગત છે, જે ગ્રામીણ મહિલાઓના સશક્તિકરણને દર્શાવે છે.


આ પણ વાંચો: આજે 18 મે ‘આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ’, જાણો આ વર્ષની ખાસ થીમ અને સંસ્કૃતિ બચાવવામાં સંગ્રહાલયોનું મહત્વ

આ પણ વાંચો: આજે 17 મે વિશ્વ હાઈપરટેન્શન દિવસ, ‘હાઈપરટેન્શન’ ને કંટ્રોલ કરવા માટે આયુર્વેદના અદભુત ઉપાયો

આ પણ વાંચો:આજે 16 મે નેશનલ ડેન્ગ્યુ દિવસ, ડેન્ગ્યુ સામેની લડાઈ માટે તૈયાર રહો, આજે જ ફોલો કરો આ સરળ સ્ટેપ્સ