Today Special/ આજે 18 મે ‘આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ’, જાણો આ વર્ષની ખાસ થીમ અને સંસ્કૃતિ બચાવવામાં સંગ્રહાલયોનું મહત્વ

આજે 18 મેના રોજ વિશ્વભરમાં ‘આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ’ (Museum) મનાવવામાં આવી રહ્યો છે. આ વર્ષની થીમ ‘વિભાજિત વિશ્વને એક કરતા સંગ્રહાલયો’ પર આધારિત છે. વાંચો મ્યુઝિયમના મહત્વ વિશેનો આ ખાસ અહેવાલ.

Top Stories Trending Lifestyle
Museum

International Museum Day 18 May: આજે અર્થાત્ 18 મેના રોજ સમગ્ર વિશ્વમાં ‘આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ’ (International Museum Day 2026) મનાવવામાં આવી રહ્યો છે. ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ્સ (ICOM) દ્વારા વર્ષ 1977 થી દર વર્ષે આ ખાસ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય જનતામાં એ વાતની જાગૃતિ ફેલાવવાનો છે કે, “મ્યુઝિયમ (સંગ્રહાલય) એ સાંસ્કૃતિક આદાન-પ્રદાન, સંસ્કૃતિઓના સંવર્ધન અને વિવિધ સમુદાયો વચ્ચે પરસ્પર સમજણ, સહયોગ અને શાંતિના વિકાસ માટેનું એક અત્યંત મહત્વપૂર્ણ માધ્યમ છે.”

આ વૈશ્વિક અભિયાનની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, દર વર્ષે તેમાં જોડાતા મ્યુઝિયમની સંખ્યા વધી રહી છે અને ગત વર્ષે જ વિશ્વના આશરે 158 દેશોના 37,000 થી વધુ મ્યુઝિયબ્સે આ ઉજવણીમાં ભાગ લીધો હતો. આ અંતર્ગત યોજાતા કાર્યક્રમો એક દિવસ, વીકેન્ડ કે આખી અઠવાડિયા સુધી ચાલતા હોય છે.

Museum

વર્ષ 2026 ની વિશેષ થીમ:

આ વર્ષે આજે 18 મે 2026 ના રોજ વિશ્વભરના સંગ્રહાલયો…

“Museums Uniting a Divided World”

(વિભાજિત વિશ્વને એક તાંતણે બાંધતા સંગ્રહાલયો)

આ વિશેષ થીમ હેઠળ એકઠા થયા છે. વર્તમાન સમયમાં જ્યારે વૈશ્વિક સ્તરે સામાજિક વિભાજન, ધ્રુવીકરણ અને સંસ્કૃતિઓ વચ્ચે અંતર વધી રહ્યું છે, ત્યારે આ થીમ મ્યુઝિયમની એ શક્તિ પર પ્રકાશ પાડે છે જે સાંસ્કૃતિક, સામાજિક અને ભૌગોલિક સરહદોને ઓળંગીને પરસ્પર સંવાદ, સમાવેશીતા (Inclusion) અને શાંતિ સ્થાપવામાં એક સેતુ (બ્રિજ) તરીકેનું કામ કરે છે. આ ઉપરાંત, આ જ થીમ આ વર્ષે ICOM ની 80મી વર્ષગાંઠની ઉજવણીનું પણ માર્ગદર્શન કરશે.

Museum

UN ના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) ને સમર્થન

વર્ષ 2020 થી ICOM આ દિવસના માધ્યમથી સંયુક્ત રાષ્ટ્ર (UN) ના ટકાઉ વિકાસ લક્ષ્યાંકોને સમર્થન આપે છે. આ વર્ષની થીમ મુખ્યત્વે નીચેના ત્રણ લક્ષ્યો સાથે જોડાયેલી છે:

SDG 10 (Reduced Inequalities): દેશોની અંદર અને તેમની વચ્ચે અસમાનતા ઘટાડવી.

SDG 16 (Peace, Justice and Strong Institutions): ન્યાયી, શાંતિપૂર્ણ અને સર્વસમાવેશી સમાજનું નિર્માણ કરવું.

SDG 17 (Partnerships for the Goals): ટકાઉ વિકાસ માટે વૈશ્વિક ભાગીદારીને પુનર્જીવિત કરવી.

Museum માટે ICOM ની વિશેષ ગાઈડલાઈન:

ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ્સ (ICOM- Museum) એ આજના વિશેષ દિવસની ઉજવણીને સફળ બનાવવા માટે સંગ્રહાલયો માટે કેટલીક મહત્વપૂર્ણ ગાઈડલાઈન જાહેર કરી છે. આ અંતર્ગત મ્યુઝિયમ્સે(Museum) પોતાના નિયમિત પ્રવાસીઓ ઉપરાંત બાળકો, વરિષ્ઠ નાગરિકો કે સમાજના લઘુમતી જૂથો જેવા ચોક્કસ ઓડિયન્સને આકર્ષવા માટે વિશેષ આયોજન કરવું જોઈએ.

આ સાથે જ નવા મુલાકાતીઓ સુધી પહોંચવું, સરકારી સત્તાવાળાઓ સમક્ષ પોતાની વાત રજૂ કરવી કે નવા પાર્ટનર્સ શોધવા જેવા પોતાના ઉદ્દેશ્યો સ્પષ્ટ રાખવા જરૂરી છે. આજના દિવસે સ્થાનિક કે આંતરરાષ્ટ્રીય સ્તરે શાળાઓ, પુસ્તકાલયો અને અન્ય મ્યુઝિયમ્સ(Museum) સાથે સંસ્થાકીય ભાગીદારી કરીને સંબંધો મજબૂત કરી શકાય છે. વધુમાં, સંગ્રહાલયોએ આંતરરાષ્ટ્રીય નકશા પર પોતાની પ્રવૃત્તિ નોંધાવીને અને સોશિયલ મીડિયા હેશટેગનો ઉપયોગ કરીને આ વૈશ્વિક અભિયાનનો હિસ્સો બનવું જોઈએ. અંતે, આજના પ્રોગ્રામની સફળતા અને અસરનું યોગ્ય મૂલ્યાંકન કરી, તેના ફોટોગ્રાફ્સ અને પરિણામો ICOM ને મોકલવાના રહેશે, જેથી તેને વાર્ષિક અહેવાલમાં સ્થાન મળી શકે.


આ પણ વાંચો:આજે 16 મે નેશનલ ડેન્ગ્યુ દિવસ, ડેન્ગ્યુ સામેની લડાઈ માટે તૈયાર રહો, આજે જ ફોલો કરો આ સરળ સ્ટેપ્સ

આ પણ વાંચો: આજે 17 મે વિશ્વ હાઈપરટેન્શન દિવસ, ‘હાઈપરટેન્શન’ ને કંટ્રોલ કરવા માટે આયુર્વેદના અદભુત ઉપાયો

આ પણ વાંચો: માનવતાને જીવિત રાખો’…આ થીમ સાથે આજે 8 મેના રોજ મનાવાશે ‘વિશ્વ રેડક્રોસ દિવસ’…