કેલિફોર્નિયાના ફાયર બ્રિગેડ વડા કેન પિમલોટે જણાવ્યું હતું કે રવિવારે રાતે આગ ફાટી નીકળી હતી અને સૂકા હવામાનને લીધે તે ઝડપથી પ્રસરી ગઈ હતી.


મીડિયા અહેવાલ પ્રમાણે કેલિફોર્નિયાના નાપા અને સોનોમા કાઉન્ટીમાં ભારે વિનાશક આગ ફાટી નીકળી છે.


અત્યાર સુધી 20 હજાર કરતાં વધારે લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવાયા છે. મૃતાંકમાં વધારો થવાની પણ શક્યા હોવાનું અધિકારીઓS જણાવ્યું હતું.

આઠ કાઉન્ટીના 57,000 એકર વિસ્તારમાં આગ લપકારા મારી રહી છે.


