World News/ કોંગોમાં લગ્ન સમારોહ દરમિયાન ભીષણ આગ: ઇમારતમાં ફસાઈ 22 લોકોનાં મોત

મધ્ય આફ્રિકાના Congoની રાજધાની કિંશાસામાં લગ્ન સમારોહ દરમિયાન ભીષણ આગ લાગવાથી 22 લોકો જીવતા ભૂંજાઈ ગયા છે. આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક છવાયો છે.

international Top Stories World
Congo

Congo Wedding Fire Tragedy News:  મધ્ય આફ્રિકાના કોંગોની રાજધાની કિંશાસામાં લગ્ન સમારોહ દરમિયાન બનેલી એક ભયાનક આગની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે. શુક્રવારની રાત્રે લગ્નની પાર્ટી ચાલી રહી હતી ત્યારે અચાનક ઇમારતમાં આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં અનેક લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 22 લોકોનાં મોત થયાની માહિતી સામે આવી છે, જ્યારે અન્ય અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા હોવાનું જાણવા મળ્યું છે. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે અંદર હાજર લોકોને બહાર નીકળવાનો પૂરતો સમય પણ મળ્યો નહોતો.

બહાર નીકળવાનો રસ્તો બન્યો સૌથી મોટો પડકાર

મળતી માહિતી મુજબ, લગ્ન(Congo) સમારોહ માટે મોટી સંખ્યામાં મહેમાનો ઇમારતમાં એકઠા થયા હતા. આગ લાગ્યા બાદ લોકોએ બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઇમારતના પ્રવેશદ્વાર સાથે સાંકળો હોવાના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. આગથી બચવા માટે લોકો દરવાજા તરફ દોડી ગયા હતા, પરંતુ બહાર નીકળવાનો માર્ગ અવરોધિત થતાં ઘણા લોકો ત્યાં જ ફસાઈ ગયા હતા. જેના કારણે મોટી સંખ્યામાં જાનહાનિ થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

મૃતકાંક વધવાની આશંકા

આગની ઘટનામાં કેટલાંક લોકો ગંભીર રીતે દાઝ્યા હોવાથી મૃત્યુઆંક હજુ વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ બચાવ અને રાહત ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને અસરગ્રસ્તોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોંગોના(Congo) નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી જેકમિન શાબાનીએ આ ઘટનાને મોટી દુર્ઘટના ગણાવી હતી. તેઓ વહેલી સવારે ઘટનાસ્થળે પહોંચ્યા અને સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

કિંશાસા ગીચ વસ્તી ધરાવતું શહેર છે અને અહીં ભીડભાડવાળા વિસ્તારોમાં આગ(Congo) જેવી ઘટનાઓ અગાઉ પણ સામે આવી ચૂકી છે. હાલ આ આગ કેવી રીતે લાગી અને ઇમારતમાં સુરક્ષાની વ્યવસ્થા કેટલી યોગ્ય હતી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


આ પણ વાંચો: ગ્રીસમાં એર શો દરમિયાન ભયાનક દુર્ઘટના; F-4 ફાઈટર જેટ તૂટી પડતા બે પાઈલટના કરૂણ મોત

આ પણ વાંચો: ઈરાનના ચીફ જસ્ટિસ જામા મસ્જિદ પહોંચ્યા: સુન્ની ઈમામની પાછળ ઊભા રહી નમાજ અદા કરી

આ પણ વાંચો:ભારતની વાત હવે યુરોપને સમજાઈ: બેલ્જિયમના PMએ કહ્યું- મોદીએ વર્ષો પહેલાં આપી હતી ચેતવણી