નવી દિલ્હી,
રામ મંદિરના નિર્માણને લઇ જોવા મળતી ગરમી વચ્ચે વિશ્વ હિંદુ પરિષદ (VHP) દ્વારા ધર્મસભા આયોજિત કરવામાં આવી હતી અને આ વિવાદને લઇ અંતિમ ઓપ આપવાની કોશિશ કરાઈ હતી, ત્યારબાદ હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આક્રમક રૂપ અપનાવામાં આવી રહ્યું છે.

RSS દ્વારા ૧ થી ૯ ડિસેમ્બર સુધી રાજધાની દિલ્હીમાં એક રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રા દેશભરમાં ફરશે અને જેની શરૂઆત દિલ્હીથી થવા જઈ રહી છે.
સંધના પ્રાંત સંચાલક કુલભૂષણ આહૂજા દિલ્હીના ઝંડેવાલાન મંદિરથી લીલી ઝંડી બતાવશે.

સંધ દ્વારા આયોજીત કરવામાં આવનારી આ રથયાત્રાનો હેતુ રામ મંદિરના નિર્માણને લઈ દેશભરના લોકોનું સમર્થન પ્રાપ્ત કરવાનું છે.
RSSની આ યાત્રાને “સંકલ્પ યાત્રા” નામ આપવામાં આવી રહ્યું છે અને યાત્રાની જવાબદારી સહયોગી સંગઠન “સ્વદેશી જાગરણ મંચ”ને અપાઈ છે.
VHP દ્વારા કરાયું હતું ધર્મસભાનું આયોજન
રામ મંદિરના નિર્માણને લઇ વિશ્વ હિંદુ પરિષદ (VHP) દ્વારા એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે ૨ લાખ લોકો પહોચ્યા હતા.
આ ધર્મસભાને સંબોધિત કરતા VHPના આંતરરાષ્ટ્રીય સચિવે કહ્યું હતું કે, “રામ મંદિરના નિર્માણ માટે અમારે આ પૂરી જગ્યા જોઈએ છે અને આ જમીનના ભાગલાનો કોઈ પણ ફોર્મુલા મંજૂર કરવામાં આવશે નહી”.
