Rajkot Check Dam Drowning Tragedy: જન્માષ્ટમીના તહેવાર દરમિયાન રાજકોટના પડધરી તાલુકામાં એક કરુણ ઘટના બની છે. દહિસરડા ગામે મેળાની મજા માણવા આવેલા ચાર બાળકો ચેકડેમમાં ન્હાવા ગયા હતા. આ દરમિયાન પાણીમાં રમતા રમતા ચારેય બાળકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનામાં ચારેયનાં મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
ચેકડેમમાં ન્હાવા પડ્યા અને ડૂબી ગયા
મળતી માહિતી મુજબ, જન્માષ્ટમીની ઉજવણી માટે બાળકો પરિવાર સાથે Rajkotના દહિસરડા ગામે આવ્યા હતા. આ દરમિયાન તેઓ નજીક આવેલા ચેકડેમમાં ન્હાવા માટે ગયા હતા. બાળકો પાણીમાં રમતા હતા ત્યારે અચાનક ઊંડા પાણીમાં જતા રહ્યા હતા અને એક પછી એક ડૂબવા લાગ્યા હતા. આસપાસના લોકોએ ઘટનાની જાણ પોલીસ અને ફાયર બ્રિગેડને કરી હતી.
આઠ કલાક સુધી રેસ્ક્યૂ ઓપરેશન
માહિતી મળતા જ પોલીસ(Rajkot) અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પાણીમાં શોધખોળ માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ફાયર બ્રિગેડના જવાનોએ લાંબા સમય સુધી ચેકડેમમાં શોધખોળ કરી હતી. લગભગ આઠ કલાકની ભારે જહેમત બાદ ચારેય બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
ચારેય બાળકોની ઓળખ
આ દુર્ઘટનામાં દીપ (14), વંશિત (15), વાસુ (12) અને ધ્યેય (14)નાં મોત થયાં છે. ચાર બાળકોના મૃતદેહ એકસાથે બહાર આવતા પરિવારજનો(Rajkot) અને સ્થાનિક લોકોમાં આક્રંદ છવાઈ ગયો હતો. બાળકોની અંતિમ યાત્રા એકસાથે નીકળતાં સમગ્ર ગામમાં ગમગીનીનો માહોલ જોવા મળ્યો હતો. તહેવારની ખુશી અચાનક માતમમાં ફેરવાઈ ગઈ હતી.
પરિવારજનો માટે આઘાતજનક ઘટના
જન્માષ્ટમીના તહેવાર દરમિયાન બાળકોને ફરવા માટે લઈ આવેલા પરિવારો માટે આ ઘટના અત્યંત દુઃખદ બની છે. એક નાની બેદરકારીના કારણે ચાર પરિવારોએ પોતાના બાળકો ગુમાવ્યા છે. અહેવાલ મુજબ, અગાઉ પણ મહેસાણાના કડીમાં મેળો માણવા ગયેલા ત્રણ મિત્રો નદીમાં ન્હાવા ઉતર્યા બાદ ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા.
આવી ઘટનાઓ ફરી ન બને તે માટે તહેવારો દરમિયાન મેળા અને પ્રવાસન સ્થળોની આસપાસ આવેલા તળાવો, નદીઓ અને ચેકડેમ જેવા જોખમી જળાશયોથી બાળકોને દૂર રાખવાની જરૂરિયાત ફરી એકવાર સામે આવી છે.
આ પણ વાંચો: રાજકોટ PM આવાસ યોજનામાં વધુ એક ગોટાળો? પત્નીને ઘર છતાં પતિને પણ ફાળવાયું આવાસ
આ પણ વાંચો: રાજકોટ ધર્મસભામાં સ્વરા ભાસ્કરના નિવેદન પર વિવાદ, ભક્તિસ્વામી અને VHPના શંકરભાઉના આકરા પ્રહાર
આ પણ વાંચો: ફરાળના નામે શું ખવડાવતા હતા? રાજકોટમાં પેટિસના મિશ્રણમાં મકાઈનો લોટ મળતાં ખળભળાટ
