Rajkot News/ ફરાળના નામે શું ખવડાવતા હતા? રાજકોટમાં પેટિસના મિશ્રણમાં મકાઈનો લોટ મળતાં ખળભળાટ

Rajkot Farali Food Adulteration: રાજકોટમાં શ્રાવણ માસ દરમિયાન મનપાની ફૂડ શાખાએ 44 પેઢીમાં તપાસ કરી. ફરાળી પેટિસના મિશ્રણમાં મકાઈનો લોટ અને સ્ટાર્ચ મળતાં 52 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો.

Gujarat Top Stories Rajkot
Rajkot Farali Food Adulteration: 44 પેઢીમાં ચેકિંગ, 52 કિલો અખાદ્ય જથ્થાનો નાશ

Rajkot News: રાજકોટમાં શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ કરતા લોકો માટે વેચાતી ફરાળી વાનગીઓની ગુણવત્તા અંગે મનપાની (Rajkot Farali Food Adulteration) ફૂડ શાખાએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન 150 ફૂટ રિંગ રોડ પર આવેલી એક પેઢીમાં ફરાળી પેટિસ માટેના મિશ્રણમાં મકાઈનો લોટ અને મકાઈનો સ્ટાર્ચ મળી આવ્યો હોવાનું સામે આવ્યું હતું.

44 પેઢીઓમાં તપાસ

મહાનગરપાલિકાની (Rajkot Municipal Corporation) ફૂડ વિભાગની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી 44 પેઢીઓ અને ખાદ્ય એકમોમાં અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસનો મુખ્ય હેતુ શ્રાવણ માસ દરમિયાન ફરાળી વાનગીઓમાં (Farali Food) ભેળસેળ, અસ્વચ્છતા અને નિયમોના ભંગને અટકાવવાનો હતો. 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ‘જૈન સ્વિટ નમકીન & સ્નેક્સ’માંથી મકાઈવાળો લોટ ધરાવતી ફરાળી પેટિસ, મકાઈનો સ્ટાર્ચ અને બટાટાના સ્ટાર્ચવાળો માવો મળી કુલ 32 કિલો શંકાસ્પદ અને અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

મુંજકામાં આવેલી ‘કૃષ્ણમ કાઠિયાવાડી’માંથી વાસી શાકભાજી, વાસી લોટ અને તૈયાર ખાદ્ય સામગ્રી મળી કુલ 20 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો. આમ બંને સ્થળેથી કુલ 52 કિલો સામગ્રીનો નાશ કરાયો હતો.

Rajkot Farali Food Adulteration: ત્રણ પેઢીઓને નોટિસ

ફરાળી વાનગીઓમાં ભેળસેળની શંકા, અસ્વચ્છતા તથા ફૂડ લાયસન્સ સંબંધિત નિયમોના ભંગ બદલ ત્રણ પેઢીઓને નોટિસ આપવામાં આવી છે. તેમાં ‘કૃષ્ણમ કાઠિયાવાડી’, ‘જૈન સ્વિટ નમકીન & સ્નેક્સ’ અને નાના મવા મેઈન રોડ પર આવેલી ‘લક્ષ્મી સ્વીટ & ફરસાણ’નો સમાવેશ થાય છે. નિયમોના અનાદર બદલ કુલ રૂ.3,500નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે.

17 નમૂના લેબોરેટરીમાં મોકલાયા

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ વિવિધ 17 પેઢીઓમાંથી ફરાળી પેટિસનો લોટ અને અન્ય ફરસાણ સહિત 17 નમૂના લેવામાં (Food Safety Action) આવ્યા છે. આ નમૂનાઓ વધુ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. લેબોરેટરીના રિપોર્ટ બાદ નિયમ મુજબ વધુ કાર્યવાહી કરવામાં આવશે.

ફૂડ વિભાગે ગુરુ પ્રસાદ ચોક, અંકુર રોડ, કોઠારિયા રોડ, રૈયા રોડ, કાલાવડ રોડ અને યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારોમાં પણ તપાસ કરી હતી. પ્રોવિઝન સ્ટોર, ડેરી ફાર્મ, શોપિંગ સેન્ટર અને વિવિધ રેસ્ટોરન્ટ સહિતના એકમોમાં સ્વચ્છતા તથા ખાદ્ય ગુણવત્તા અંગે સૂચનાઓ આપવામાં આવી હતી.

તહેવારોમાં ભેળસેળ સામે મનપાની કાર્યવાહી

શ્રાવણ માસ દરમિયાન ફરાળી ખોરાકની માંગ વધતી હોવાથી ખાદ્ય સામગ્રીની ગુણવત્તા જાળવવી મહત્વપૂર્ણ બની છે. મનપાની ફૂડ શાખાની આ કાર્યવાહી બાદ હવે લેબોરેટરીના રિપોર્ટના આધારે સંબંધિત પેઢીઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય છે કે નહીં તેના પર નજર રહેશે.


આ પણ વાંચો: LPG ટેન્કર પલટતાં હાહાકાર! પાદરા પાસે એક્સપ્રેસ-વે પર 10 કિમી સુધી વાહનોની કતારો

આ પણ વાંચો: PM મોદીના કાર્યક્રમ માટે MSU ગ્રાઉન્ડ ફાળવતા વિવાદ, Gen-Z આંદોલનની ચીમકી

આ પણ વાંચો: અમદાવાદ CG રોડ પર સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ શરૂ, QR પેમેન્ટ બાદ જ કાર અનલોક થશે