Business News :ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતા કરોડો કર્મચારીઓ માટે PF ઉપાડવાની પ્રક્રિયા (PF Withdrawal) સરળ બનવાની છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO પોતાની હાલની IT સિસ્ટમને અપગ્રેડ કરીને ઈપીએફઓ 3.0 લાવવાની તૈયારીમાં છે. નવી સિસ્ટમમાં બીમારી, લગ્ન અને મકાન ખરીદી જેવા કારણોસર રૂ.5 લાખ સુધીના એડવાન્સ ક્લેમ ઝડપથી સેટલ કરવાની યોજના છે.
EPFO 3.0થી PF ઉપાડવાની પ્રક્રિયા થશે વધુ સરળ
નવી સિસ્ટમ (Cloud Based System) સંપૂર્ણપણે ક્લાઉડ આધારિત અને સેન્ટ્રલાઇઝ્ડ હશે. હાલ અલગ-અલગ પ્રાદેશિક કચેરીઓ સાથે જોડાયેલી સિસ્ટમને કારણે સર્વર ડાઉન અને ટેક્નિકલ સમસ્યાઓ સર્જાતી હોવાની ફરિયાદો રહે છે.
ઈપીએફઓ 3.0માં ડેટા પ્રોસેસિંગ વધુ સરળ અને સુરક્ષિત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. તેનો હેતુ PF ખાતાને બેન્કિંગ સેવાઓની જેમ વધુ ડિજિટલ અને સુગમ બનાવવાનો છે.
PF ડવાન્સ ક્લેમમાં ઓટો સેટલમેન્ટ
નવી વ્યવસ્થામાં કમ્પ્યુટરાઇઝ્ડ ડેટા વેરિફિકેશન (Auto Settlement) દ્વારા એડવાન્સ ક્લેમની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાની યોજના છે. યોગ્ય વિગતો ધરાવતા ક્લેમ સિસ્ટમ દ્વારા આપમેળે મંજૂર થઈ શકે છે.
ક્લેમ મંજૂર થયા બાદ PFની રકમ સીધી કર્મચારીના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. જેના કારણે પ્રાદેશિક કચેરીઓના ધક્કા ઓછા થવાની શક્યતા છે.
ATM અને UPIથી PF Withdrawalની શક્યતા
ઈપીએફઓ ભવિષ્યમાં ઇમરજન્સી જરૂરિયાતો માટે ATM અને UPI મારફતે PFમાંથી નાણાં ઉપાડવાની સુવિધા આપવાના વિકલ્પ પર પણ વિચાર કરી રહ્યું છે. જોકે આ સુવિધા અંગે અંતિમ નિર્ણય અને નિયમોઈપીએફઓની સત્તાવાર જાહેરાત બાદ જ સ્પષ્ટ થશે.
ઈપીએફઓ 3.0ની કેટલીક સુવિધાઓ જુલાઈ-ઓગસ્ટમાં શરૂ થવાની હતી, પરંતુ ટેક્નિકલ ટેસ્ટિંગને કારણે વિલંબ થયો છે. હવે સપ્ટેમ્બર 2026માં કેટલાક મહત્વપૂર્ણ ફીચર્સ શરૂ થવાની શક્યતા છે.
આ પણ વાંચો:PPFમાં રોકાણથી 25 વર્ષમાં 1 કરોડ સુધીનો કોર્પસ, જાણો ગણતરી
આ પણ વાંચો: EPFOમાં મોટા ફેરફારની તૈયારી! PF, પેન્શન અને UANને લઈને કર્મચારીઓ માટે શું બદલાશે?
આ પણ વાંચો:EPFOના 1,816 કરોડના કથિત નુકસાન મામલે અનિલ અંબાણી સહિત રિલાયન્સ કેપિટલ સામે CBIની FIR
