Dahod News: દાહોદ (Dahod)માં મનરેગા કૌભાંડ (MGNREGA Scam)માં બચુ ખાબડનાં નાના પુત્ર કિરણ ખાબડ (Kiran Khabad)ની ધરપકડ કરવામાં આવી છે. મંત્રીનાં મોટા પુત્ર બળવંત ખાબડ બાદ કિરણ બચુ ખાબડની પોલીસે વડોદરા-હાલોલ હાઈવે પરથી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરશે. કિરણ ખાબડ પર રૂપિયા 9 કરોડની ઉચાપતનો આરોપ મૂકવામાં આવ્યો છે.
દાહોદ (Dahod) મનરેગા (MGNREGA) કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ (Balvant Khabad) અને તત્કાલિન ટીડીઓ (TDO) દર્શન પટેલની દાહોદ પોલીસે ધરપકડ કરી હતી, કોર્ટે બંને આરોપીઓનાં 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મંત્રીનો નાનો પુત્ર કિરણ ખાબડ હાલ ફરાર છે. પોલીસ પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે. બળવંત ખાબડની શ્રી રાજ કન્સ્ટ્રક્શન એજન્સીને 5.28 કરોડની ચુકવણી કરાઈ હોવાનું સામે આવતા ભ્રષ્ટાચારના મૂળિયા વધુ ઊંડા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
મળતી માહિતી અનુસાર દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં મંત્રીનાં મોટા પુત્ર બળવંત ખાબડની એજન્સીને સીમામોઈ ગામમાં 38 જેટલા ગામમાં રૂપિયા 5.28 કરોડની ચુકવણી કર્યાનું સામે આવ્યું છે. એવું પણ જાણવા મળ્યું છે કે કિરણ ખાબડની એજન્સીએ નાણા પચાવ્યા છે. 71 કરોડ રૂપિયાનાં મનરેગા કૌભાંડમાં દાહોદ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કચેરીના જવાબદાર કર્મચારીઓ, અધિકારીઓ પણ સંડોવાયેલા હોવાની શંકા પ્રવર્તી રહી છે.
ગરીબોને મનરેગા યોજના હેઠળ રોજગાર આપતી દાહોદ જિલ્લામાં નકલી NA જમીન કૌભાંડ (Land scam) બાદ, 2021 થી 2025 દરમિયાન મનરેગા યોજના (MGNREGA) હેઠળ થઈ રહેલા કામોમાં ખોટા દસ્તાવેજો (Fake documents) બનાવીને ગેરરીતિઓ આચરવામાં આવી હતી. આ ગેરરીતિની રકમ 71 કરોડ રૂપિયાની થઈ હોવાનું સામે આવતા આ મામલે દાહોદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે ધાનપુર અને દેવગઢ બારિયાની 35 એજન્સીઓ સામે ગુનો નોંધ્યો હતો. કથિત મનરેગા કૌભાંડમાં મંત્રી પુત્રોના નામ ઉછળતાં ચકચાર મચી ગઈ હતી.
આ પણ વાંચો:દાહોદ મનરેગા કૌભાંડ: બળવંત ખાબડની એજન્સીને આટલા રૂપિયા ચુકવાયા!
આ પણ વાંચો:દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી પુત્રની દાહોદ પોલીસે કરી ધરપકડ
આ પણ વાંચો:દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના રાજીનામાની ઉઠી માગ
