National News/ હોસ્પિટલમાં દાખલ અન્ના હઝારેની તબિયતમાં સુધારો, CM ફડણવીસની મુલાકાતથી થયા ખુશ

Anna Hazare Health: અન્ના હઝારેની તબિયતમાં સુધારો થયો છે. હોસ્પિટલમાં CM દેવેન્દ્ર ફડણવીસે તેમની મુલાકાત કરી અને ‘તમે શતાયુ થાઓ’ કહી શુભેચ્છા પાઠવી. કુકડી સિંચાઈ યોજનાની મંજૂરીથી અન્ના ખુશ થયા.

Top Stories India
Anna Hazare Health: CM ફડણવીસની મુલાકાતથી થયા ખુશ

Mumbai News: સમાજસેવક અન્ના હઝારેની તબિયત (Anna Hazare Health) બગડતાં તેમને સોમવારે, 31 ઓગસ્ટે મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર બાદ હવે તેમની તબિયતમાં સુધારો જોવા મળ્યો છે. ખાસ કરીને શ્વાસ લેવામાં પડતી તકલીફમાં ઘટાડો થયો હોવાનું જાણવા મળ્યું છે.

હોસ્પિટલમાં મંત્રી અને CMએ કરી મુલાકાત

મંગળવારે સવારે કેબિનેટ મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટીલે હોસ્પિટલ પહોંચીને અન્ના હઝારેની મુલાકાત લીધી હતી અને તેમના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ હોસ્પિટલ જઈને અન્ના હઝારે સાથે મુલાકાત કરી હતી.

Anna Hazare Health: ‘અન્ના, તમે શતાયુ થાઓ’

મુલાકાત દરમિયાન CM દેવેન્દ્ર ફડણવીસે અન્ના હઝારેના ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. તેમણે અન્નાને કહ્યું હતું કે, “અન્ના, તમે શતાયુ થાઓ.” આ મુલાકાત દરમિયાન મંત્રી ગિરીશ મહાજન પણ ઉપસ્થિત રહ્યા હતા. CM ફડણવીસે અન્ના હઝારેને એક મહત્વની માહિતી પણ આપી હતી. તેમણે જણાવ્યું કે કુકડી સિંચાઈ યોજનાની સુધારેલી કિંમતને મંગળવારે મળેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે.

આ માહિતી સાંભળીને અન્ના હઝારેએ ખુશી અને સંતોષ વ્યક્ત કર્યો હતો. કુકડી સિંચાઈ યોજનાને લઈને લાંબા સમયથી ચાલી રહેલી પ્રક્રિયામાં કેબિનેટની મંજૂરીને મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

હાલ મળતી માહિતી પ્રમાણે અન્ના હઝારેની તબિયત ગઈકાલની સરખામણીએ સુધરી છે. શ્વાસ લેવામાં થતી તકલીફમાં પણ ઘટાડો થયો છે અને તબીબોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે.


આ પણ વાંચો: પેટ્રોલ ડીઝલની એક્સપોર્ટ ડ્યૂટીમાં ફેરફાર, જાણો મધ્યમ વર્ગના વાહન ચાલકો પર શું થશે અસર

આ પણ વાંચો: કોંગ્રેસ નેતા અજય રાય દ્વારા ફિશ જમવા મુદ્દે કરેલ નિવેદનને લઈ સીએમ યોગી વિરુદ્ધ માનહાનિ કેસ દાખલ

આ પણ વાંચો: દિલ્હી ગેંગરેપ મુદ્દે રાહુલ ગાંધી ભડક્યા, 47 કિમી બસ દોડતી રહી છતાં કોઈ ચેકિંગ નહીં