Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં એકવાર ફરી નોંધાયા 75 હજારથી વધુ કોરોનાનાં કેસ

  ભારત સહિત 180 થી વધુ દેશોમાં કોરોનાવાયરસનો ભય છે. આ ચેપથી અત્યાર સુધીમાં 2.47 કરોડથી વધુ લોકો પ્રભાવિત થયા છે. આ વાયરસથી 8.36 લાખથી વધુ ચેપગ્રસ્ત લોકોનાં જીવ ગયા છે. ભારતમાં પણ Covid-19 નાં કેસો દરરોજ વધી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે શનિવારે સવારે જારી કરેલા આંકડા મુજબ, દેશમાં ચેપગ્રસ્ત કોરોનાનાં દર્દીઓની સંખ્યા 34,63,932 પર […]

India
 

ભારત સહિત 180 થી વધુ દેશોમાં કોરોનાવાયરસનો ભય છે. આ ચેપથી અત્યાર સુધીમાં 2.47 કરોડથી વધુ લોકો પ્રભાવિત થયા છે. આ વાયરસથી 8.36 લાખથી વધુ ચેપગ્રસ્ત લોકોનાં જીવ ગયા છે. ભારતમાં પણ Covid-19 નાં કેસો દરરોજ વધી રહ્યા છે.

આરોગ્ય મંત્રાલયે શનિવારે સવારે જારી કરેલા આંકડા મુજબ, દેશમાં ચેપગ્રસ્ત કોરોનાનાં દર્દીઓની સંખ્યા 34,63,932 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 76,472 નવા કેસ નોંધાયા છે. આ સમય દરમિયાન દેશમાં 1021 કોરોના ચેપગ્રસ્ત દર્દીઓનાં મોત પણ થયા છે. 26,48,999 દર્દીઓ ઠીક થયા છે અને 62,550 લોકો અત્યાર સુધી મૃત્યુ પામ્યા છે.

રિકવરી દર વિશે વાત કરીએ તો, તે થોડો વધારો થયા પછી 76.47 ટકા પર પહોંચી ગયો છે. પોઝિટિવિટી રેટ 8.23 ​​ટકા છે. દેશનાં લગભગ તમામ રાજ્યોમાંથી કોરોના દર્દીઓના કેસ સામે આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.