Not Set/ કોંગ્રેસને આક્ષેપ કરતા સિવાય બીજું કશું આવડતું જ નથી : પાટીલ

સુરતમાં કોરોનાનું સંક્મ્રણ વધ્યું છે. પરંતુ આ બધા વચ્ચે સુરતની સ્થિતિ સુધારવાની જગ્યાએ સુરતમાં રાજકારણ જોરશોરમાં ચાલી રહ્યું છે. સુરતમાં એક તરફ લોકો રેમડેસીવીર ઈજેક્શન મેળવવા માટે હોસ્પિટલ બહાર સવારના ૫ વાગ્યાથી લાઈનમાં ઉભા રહે છે. ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આ ૫ હજાર ઇન્જેક્શન ભાજપ કાર્યાલય પરથી વિના મુલ્યે આપવાની જાહેરાત કરી હતી. જેને લઈને રાજકારણ ગરમાયું હતું

Gujarat Surat

સુરતમાં કોરોના કહેર વચ્ચે રેમડેસીવીર ઈજેક્શનની ફાળવણી ભાજપ કાર્યાલય પરથી કરવામાં આવી હતી. જેને લઈને સુરતમાં રાજકારણ ચરમસીમા પર છે. સી.આર.પાટીલ આટલા બધા ઇન્જેક્શન ક્યાંથી લાવ્યા અને કેવી રીતે લાવ્યા વેગેરે વગેરે જેવા સવાલો ઉઠી રહ્યા છે. દરમ્યાન સુરતમાં સી.આર.પાટીલે આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. સી.આર.પાટીલે કહ્યું હતું કે લોકોના જીવ બચાવવા માટે કાયદેસર રીતે ઈન્જેક્શન મેળવીને લોકોને આપવામાં આવ્યાં છે. કોંગ્રેસ ખોટી ધમકી આપવાનું બંધ કરે

સુરતમાં કોરોનાનું સંક્મ્રણ વધ્યું છે. પરંતુ આ બધા વચ્ચે સુરતની સ્થિતિ સુધારવાની જગ્યાએ સુરતમાં રાજકારણ જોરશોરમાં ચાલી રહ્યું છે. સુરતમાં એક તરફ લોકો રેમડેસીવીર ઈજેક્શન મેળવવા માટે હોસ્પિટલ બહાર સવારના ૫ વાગ્યાથી લાઈનમાં ઉભા રહે છે. ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આ ૫ હજાર ઇન્જેક્શન ભાજપ કાર્યાલય પરથી વિના મુલ્યે આપવાની જાહેરાત કરી હતી. જેને લઈને રાજકારણ ગરમાયું હતું. પાટીલ આટલા બધા ઇન્જેક્શન ક્યાંથી લાવ્યા, કેવી રીતે લાવ્યા વગેરે વગેરે સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે આ મામલે સી.આર.પાટીલની પ્રતિક્રિયા સામે આવી છે. સુરતમાં સી.આર.પાટીલે આ પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસને આક્ષેપ કરતા સિવાય બીજું કશું આવડતું જ નથી. મારે કોંગ્રસને પૂછવું છે કે ૧૯૯૨માં કોંગેસના સાશનમાં જયારે સુરતમાં ફ્લેગ હતો. ત્યારે પણ અમે ૧૦ લાખ રૂપિયાની ટ્રેટાસાયક્લોન દવાના પડિકા બનાવીને લોકોને પહોંચાડ્યા હતા ત્યારે કોંગ્રેસે અમને કોઈ સવાલ નહોતો કર્યો, ક્યારેય અમને ધમકી નથી આપી,. અમે કાયદેસર રીતે આ ઇન્જેક્શન આપી રહ્યા છે ત્યારે કોંગેસે આ કાર્યને સરહવું જોઈએ તેના બદલે ગીધડ ધમકીઓ આપવાનું બંધ કરે. ભાજપનો કાર્યકર્તા આ મહામારી પણ મોતથી ડર્યા વગર બહાર નીકળીને લોકોની સેવા કરે છે.

કોંગ્રેસે હાઈકોર્ટ જવાની વાત કરી

ભાજપ કાર્યલય પરથી ઇન્જેક્શનનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેને લઈને વિવાદ ઉભો થયો છે. ત્યારે સુરતમાં કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં શહેર ઇન્ચાર્જ પ્રમુખ નૈષદ દેસાઈએ અનેક સવાલો ઉઠાવ્યા હતા. કોંગ્રેસના શહેર પ્રમુખ નૈષધ દેસાઈએ ભાજપ પર આરોપ લગાવીને આરોગ્ય સાથે ચેડાં થતા હોવાનું કહી કેસ કરવા કે હાઈકોર્ટ જવાની વાત કરી હતી. કોંગ્રેસના આક્ષેપ પર આકરા પ્રહાર કરતાં પાટીલે કહ્યું કે, ભાજપનો કોઈ કાર્યકર ડરતો નથી. કોંગ્રેસે જરા પણ એવી વાત ન કરવી જોઈએ. ભાજપના કાર્યકરો જીવને જોખમમાં મૂકીને લોકોની સેવા કરી રહ્યાં છે ત્યારે તેને સરાહવાની જગ્યાએ કોંગ્રેસ દ્વારા થતા ગંદા રાજકારણને બંધ કરી દેવું જોઈએ.

સુરતમાં આઈસોલેશન સેન્ટર ઉભું કરાયું હતું ત્યાં નિવેદન આપ્યું

સુરતના અડાજણ સ્થિત ઋષભ ચાર રસ્તા પાસે આવેલા એમ.સી. કોમ્પ્યુનીટી હોલમાં સંપ્રતિ કોવીડ આઈસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. અહી ૧૨૫ બેડની હાલમાં સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં ૬૦ બેડ ઓક્સીજન સુવિધાથી યુક્ત છે. આ આઈસોલેશન સેન્ટરનું ઉદ્ધાટન સી.આર.પાટીલ અને મેયરના હસ્તે કરવામાં આવ્યું હતું. જે લોકોને ઘરે આઈસોલેટ થવાની સુવિધાઓ ન હોય તેવા લોકોને અહી આઈસોલેટ કરવામાં આવશે અહી જમવાથી લઈને તમામ મેડીકલ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉદ્ધાટન પ્રસંગે સી.આર.પાટીલ, મેયર હેમાલી બોઘવાલા, પૂર્વ નગર સેવક નિરવ શાહ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.