Tech & Auto News : સ્માર્ટફોન બ્રાન્ડ પોકો (Poco X8 5G) એ ભારતીય ગ્રાહકો માટે પોતાની નવી ‘X8 સિરીઝ’ અંતર્ગત અદ્યતન ફ્લેગશિપ સ્માર્ટફોન લોન્ચ (Smartphone Launch) કર્યો છે. લાંબા સમય સુધી ચાલતી બેટરી લાઈફ અને અદ્યતન ડિસ્પ્લે ટેકનોલોજી શોધતા યુઝર્સ માટે આ હેન્ડસેટ બજારમાં ઉત્તમ વિકલ્પ બનીને ઉભરી આવ્યો છે. આ સીરિઝ સાથે પોકોએ ‘Poco X8 Power’ વર્ઝન પણ માર્કેટમાં રજૂ કર્યું છે.
બેટરી અને ચાર્જિંગમાં પાવરફુલ પરફોર્મન્સ
Poco X8 5G ની સૌથી મોટી ખાસિયત તેમાં આપવામાં આવેલી 9,000mAh ની મહાકાય બેટરી છે. આ પાવરફુલ બેટરીનેઝડપથી ચાર્જ કરવા માટે 67W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજીનો સપોર્ટ મળે છે. આ ઉપરાંત, આ ફોન 22.5W વાયર્ડ રિવર્સ ચાર્જિંગ સુવિધા સાથે આવે છે, જેનાથી તમે અન્ય નાના ગેજેટ્સ પણ ચાર્જ કરી શકો છો.
દમદાર ડિસ્પ્લે અને વિઝ્યુઅલ એક્સપિરિયન્સ
સ્ક્રીન સાઈઝ: 6.83 ઈંચનું 1.5K AMOLED પેનલ
રિફ્રેશ રેટ અને બ્રાઈટનેસ: 120Hz રિફ્રેશ રેટ અને 3,500 નિટ્સ સુધીની પીક બ્રાઈટનેસ
પ્રોટેક્શન: ડિસ્પ્લે સુરક્ષા માટે Gorilla Glass Victus 2 અને વેટ ટચ (Wet Touch 2.0) ટેકનોલોજી
મનોરંજન: HDR10+, ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ અને Dolby Vision/Atmos સપોર્ટ
પ્રોસેસર, સોફ્ટવેર અને સિક્યોરિટી
આ હેન્ડસેટમાં 2.4GHz કલોક સ્પીડ ધરાવતું Qualcomm Snapdragon 6s Gen 4 પ્રોસેસર અને Adreno GPU આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન Android 16 આધારિત HyperOS 3 ઓપરેટિંગ સિસ્ટમ પર કાર્ય કરે છે. પોકો દ્વારા આ મોડેલ માટે 4 મુખ્ય OS અપડેટ્સ અને 6 વર્ષ સુધી સિક્યોરિટી પેચ આપવાની ખાતરી આપવામાં આવી છે.
કેમેરા સેટઅપ અને સ્ટોરેજ વેરિઅન્ટ્સ
ફોટોગ્રાફીના શોખીનો માટે ફોનમાં OIS સપોર્ટ ધરાવતો 50MP નો પ્રાઇમરી કેમેરા અને 2MP નો સેકન્ડરી સેન્સર આપવામાં આવ્યો છે. જ્યારે સેલ્ફી અને વિડીયો કોલ માટે 16MP નો ફ્રન્ટ કેમેરા ઉપલબ્ધ છે.
વેરિઅન્ટ અને કિંમતો (Poco X8 Price):
6GB + 128GB: ₹29,999
8GB + 128GB: ₹32,999
8GB + 256GB: ₹35,999
આ સ્માર્ટફોનનું પ્રથમ ઈ-કોમર્સ વેચાણ 11 સપ્ટેમ્બરથી ફ્લિપકાર્ટ (Flipkart) પર શરૂ થશે
આ પણ વાંચો : OpenAI એ લોન્ચ કર્યું અત્યાધુનિક GPT-6 Astra, માનવ મગજની જેમ વિચારવામાં સક્ષમ
આ પણ વાંચો :સ્વિચ બંધ નહીં કરો તો આવશે અધધ લાઈટબિલ! AC બંધ કરતી વખતે આ બાબતનું ખાસ રાખો ધ્યાન
આ પણ વાંચો :બ્રહ્માંડના સૌથી મોટા રહસ્ય પરથી પડદો ઉઠવાની શરૂઆત; ડાર્ક મેટર હોવાના મળ્યા સંકેતો
