મંગળ પર વાતાવરણીય કાર્બન ડાયોક્સાઇડને અસરકારક રીતે ઓક્સિજનમાં રૂપાંતરિત કરવા માટે આદર્શ પરિસ્થિતિઓ છે. નવા સંશોધનમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ભવિષ્યમાં પ્લાઝમા ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ શક્ય બનશે. પોર્ટુગલની યુનિવર્સિટી ઓફ પોર્ટો અને પેરિસના ઈકોલ પોલિટેકનીક યુનિવર્સિટીના સંશોધકોના જણાવ્યા મુજબ મંગળના વાતાવરણમાં 96 ટકા કાર્બન ડાયોક્સાઈડ હાજર છે.
ગુએરાએ કહ્યું છે કે, “પૃથ્વી પર કાર્બન ડાયોક્સાઇડનું પ્લાઝમામાં ફરી બનવું એ સંશોધનનું એક ઉભરતું ક્ષેત્ર છે જે સૌર ઇંધણના ઉત્પાદન કારણે અને વાતાવરણમાં પરિવર્તનની સમસ્યાઓના લીધે ઝડપી બન્યુ છે. અવકાશની વિગતવાર સંશોધનના ક્રમમાં મંગળ પર માનવસહિત મિશનને મોકલવું અમારા માટે મોટું પગલું હશે. જો કે શ્વાસ લેવા લાયક વાતાવરણ બનાવું એ એક વાસ્તવિક પડકાર છે.”
