Technology/ જાપાને બનાવ્યું અનોખું વાહન, જે રેલવે ટ્રેક અને રોડ બન્ને પણ દોડી શકે છે..

જાપાન પોતાની ટેક્નોલોજી માટે ઓળખાતો દેશ છે. તેને ફરી એકવાર પોતાની ટેકનોલોજીની કાબીલિયત વિશ્વ સમક્ષ રજૂ કરી છે.

Tech & Auto

જાપાન પોતાની ટેક્નોલોજી માટે ઓળખાતો દેશ છે. તેને ફરી એકવાર પોતાની ટેકનોલોજીની કાબીલિયત વિશ્વ સમક્ષ રજૂ કરી છે. તાજેતરમાં જ જાપાને એક એવું વાહન તૈયાર કર્યું છે જે રેલવે ટ્રેક અને રોડ બંને પર ચાલી શકે છે. હકીકતમાં આ વાહન એક બસ છે જે રોડ અને રેલવે ટ્રેક બંને પર આરામથી દોડી શકશે.

આ બસનું પ્રારંભિક ટ્રાયલ સફળ રહ્યું છે, અને હવે તેને આજે જ ક્રિસમસથી જાપાનના બે રાજ્યો વચ્ચે ચલાવવામાં આવશે. રિપોર્ટ અનુસાર, આ વાહનને ‘ડ્યુઅલ મોડ વ્હીકલ’ એટલે કે ડીએમવી નામ આપવામાં આવ્યું છે. આ ડીએમવી 15 સેકન્ડમાં રોડ પર ચાલતી બસમાંથી ટ્રેક પર ચાલતી ટ્રેનમાં કન્વર્ટ થઈ શકે છે. તેમાં સ્ટીલ વ્હીલ્સ લગાવવામાં આવ્યા છે, જેની મદદથી તેને એક બટન દબાવીને ટ્રેક પર ઉતારી શકાય છે.

આ  પણ વાંચો:ઓમિક્રોનનો ફફડાટ / આ 12 રાજ્યોમાં ક્રિસમસ અને ન્યૂ યરની પાર્ટીઓ પર મુકાયો પ્રતિબંધ….

જ્યારે રસ્તા પર હોય ત્યારે તે ‘મોડ ઇન્ટરચેન્જ’ બની જાય છે, જેમાં સ્ટીલના પૈડાં પાછળ જાય છે અને રબરના ટાયર આગળ જાય છે. આ ‘ડ્યુઅલ મોડ વ્હીકલ’ ડ્રાઈવર સહિત 23 લોકોને લઈ જઈ શકે છે. આ વાહનની લંબાઈ લગભગ આઠ મીટર (26 ફૂટ) છે. તેનું વજન માત્ર 5,850 કિલો (5.85 ટન) છે, જે તેને નિયમિત ટ્રેન કેરેજ કરતાં ઘણું હલકું બનાવે છે. ટ્રેક પર આ વાહન 60 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે, જ્યારે રસ્તા પર તેની સ્પીડ લિમિટ વધુ વધારી શકાય છે

રેલ્વે જાપાનના દૂરના ભાગોમાં લોકોને ગતિશીલતા ઍક્સેસ પ્રદાન કરવામાં મદદ કરવા માટે DMV ની બેવડી ક્ષમતાને સમર્થન આપી રહી છે. “DMV સ્થાનિક લોકો સુધી પહોંચી શકે છે અને તેમને રેલ્વે પર પણ લઈ જઈ શકે છે,” સીઈઓ શિગેકી મિઉરાએ રોઇટર્સને જણાવ્યું હતું.

આ પણ  વાંચો:અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે આગામી 9 થી 14 જાન્યુઆરી દરમિયાન કાઇટ ફેસ્ટિવલ યોજાશે