Tech & Auto News : નેશનલ હાઇવે પર મુસાફરી કરતા વાહનચાલકો માટે હવે ફાસ્ટેગ સંબંધિત સેવાઓ વધુ સરળ બની ગઈ છે. જો તમે તમારા વર્તમાન ફાસ્ટેગ (FASTag )પ્રોવાઈડર અથવા બેંકની સેવાઓથી સંતોષ ન અનુભવતા હોવ, કે પછી વિન્ડશિલ્ડ પર સ્ક્રેચ આવી ગયા હોય, તો હવે નવો સ્ટીકર ખરીદવાની કે જૂનો ટેગ ઉખાડવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ના નવતર પ્રયોગથી હવે મોબાઈલ નંબરની જેમ જ FASTag ને પોર્ટ કરવાની સુવિધા ઉપલબ્ધ થઈ છે.
શું છે OneTag ફ્રેમવર્ક અને તેના ફાયદા?
ગાડીના કાચ પર ચોંટાડેલો જૂનો ફાસ્ટેગ કઢાવ્યા વગર જ તેને નવી બેંક સાથે કનેક્ટ કરી શકાશે.સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), ICICI બેંક અને એરટેલ પેમેન્ટ્સ બેંક સહિત લગભગ એક ડઝન જેટલી નામાંકિત બેંકો આ ઈનોવેટિવ સિસ્ટમમાં જોડાઈ ચૂકી છે અને અન્ય બેંકો પણ ટૂંક સમયમાં સામેલ થશે.
હાઈવે યાત્રા એપ દ્વારા FASTag પોર્ટ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત
તમારા સ્માર્ટફોનમાં ‘હાઈવે યાત્રા’ એપ ડાઉનલોડ કરી ફાસ્ટેગ સાથે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને OTP ની મદદથી એકાઉન્ટ ઓપન કરો.એપ્લિકેશનના મુખ્ય પેજ પર દેખાતા ‘OneTag’ ઓપ્શનમાં જઈને ‘Check Portability’ પર ક્લિક કરો.સિસ્ટમ આપમેળે ચકાસશે કે તમારું કનેક્શન પોર્ટ થવા માટે યોગ્ય છે કે નહીં.પોર્ટિંગની પ્રક્રિયા શરૂ થતાં જ જૂની બેંક તરફથી સુચનાનો એસએમએસ (SMS) આવશે. જૂના ફાસ્ટેગમાં પડેલું બેલેન્સ નવા ટેગમાં ટ્રાન્સફર થવાને બદલે તમારા મૂળ બેંક ખાતામાં પરત (Refund) જમા કરી દેવાશે.
આ પણ વાંચો :ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા સાવધાન! ડ્રાઈવિંગ લાયસન્સ અને RC માટે આવશે નવી ‘નેગેટિવ પોઈન્ટ’ સિસ્ટમ
આ પણ વાંચો :6G ઈન્ટરનેટ ક્રાંતિ તરફ ભારતનું મોટું કદમ,સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારત-અમેરિકા હાથ મિલાવશે
આ પણ વાંચો :કારમાં બહારથી CNG કિટ લગાવતા પહેલાં સાવધાન! RTO અને ઈન્શ્યોરન્સ સંબંધિત આ ભૂલ પડી શકે છે ભારે
