કેલિફોર્નિયા,
આગામી મહિનાથી ફેસબુક એકાઉન્ટ પર મોનિટરીંગ કરનાર સંસ્થા બદલાઈ જશે. અત્યાર સુધી આયરલેન્ડની ટર્મ્સ ઓફ સર્વિસીસ (ટીઓએસ) નજર રાખવાનુ કામ કરતી હતી. જાકે હવે આ કામ યુરોપિયન યુનિયન સાથે જાડાયેલ જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન (જીડીપીઆર) કરશે. ફેસબુકે દાવો કર્યો છે કે તમામ યુઝર્સની પ્રાઈવસીનુ ખાસ ધ્યાન રાખવામાં આવશે.

આ પરિવર્તન બાદ હવે કોઈપણ યુઝર્સ ઈરીસ ડેટા પ્રોટેક્શન કમિશનરને પોતાની ફરીયાદ મોકલી શકશે નહીં, તેમાં હવે લેનિયન્ટ યુએસ કાયદો લાગુ થશે નહીં. ભારતમાં અત્યાર સુધી ડેટા સુરક્ષાને લઈને કોઈ જ કાયદો અસ્તીત્વ ધરાવતો નથી. ગત વર્ષે સરકારે પરિપત્ર જાહેર કરી આ મુદ્દે કાયદા પર ટિપ્પણી મંગાવી હતી. જસ્ટીસ બીએન શ્રીકૃષ્ણાની આગેવાનીવાળી એક સમિતિ આ મુદ્દે કામ કરી રહી છે.
સુત્રોના જણાવ્યા મુજબ આગામી મહિનાથી ફેસબુકની યોજના છે કે આફ્રિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા અને લેટિન અમેરિકામાં રહેતા ૧૫૦ કરોડ યુઝર્સને જીડીપીઆર અંતર્ગત ન જાય, તેમના એકાઉન્ટની જવાબદારી પહેલાની જેમ જ આયર્લેન્ડ કાયદા મુજબ થાય. ફેસબુકનુ કહેવુ છે કે આ પરિવર્તનનો મતલબ એ નથી કે કોઈ અલગથી કાયદો લાગુ કરવામાં આવશે.
ફેસબુકના ડેપ્યુટી ચીફ ઓફિસર સ્ટીફન બેડમેને જણાવ્યુ હતું કે આ પરિવર્તન બાદ યુઝર્સની પ્રાઈવસી એટલી જ સલામત રહેશે જેટલી પહેલા હતી. તેમાં કોઈ પરિવર્તન કરવામાં નહીં આવે. મહત્વનુ છે કે આ પરિવર્તન એવા સમયે કરવામાં આવી રહ્યુ છે જ્યારે ફેસબુકના માલિક મર્ક જકરબર્ગે યુએસ કોંગ્રેસ સામે હાજર થઈને સેનેટના પ્રશ્નોના જવાબ આપ્યા હતા.
