Tech News/ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા સાવધાન! ડ્રાઈવિંગ લાયસન્સ અને RC માટે આવશે નવી ‘નેગેટિવ પોઈન્ટ’ સિસ્ટમ

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) એ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ માટે નેગેટિવ પોઈન્ટ સિસ્ટમની જાહેરાત કરી છે. પોઈન્ટ કાપવાની મર્યાદા વટાવી જતાં ડ્રાઈવિંગ લાયસન્સ રદ્દ થઈ શકે છે.

Tech & Auto
Nitin Gadkari A major announcement

Tech & Auto News : રસ્તા પર વારંવાર ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે હવે કેન્દ્ર સરકાર લાલઘૂમ થઈ છે. 66 મા SIAM વાર્ષિક સંમેલનમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) એ ‘ગ્રેડેડ નેગેટિવ પોઈન્ટ સિસ્ટમ’ (Graded Negative Point System) લાવવાની જાહેરાત કરી છે. નવી નીતિ હેઠળ માત્ર મેમો કે ચલણ ભરીને છૂટી શકાશે નહીં, પરંતુ નિયમ તોડવા બદલ વાહનચાલકના ડ્રાઈવિંગ લાયસન્સ અને વાહનની RC (રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ) માંથી પોઈન્ટ કાપવામાં આવશે. નિર્ધારિત મર્યાદા વટાવી જતાં લાયસન્સ સસ્પેન્ડ કે કાયમી રદ્દ થઈ શકે છે.

Nitin Gadkari : સારા ડ્રાઈવરો માટે ઈનામ અને BS-IV વાહનો માટે ખાસ ડિવાઇસ

સરકારની આ પહેલ માત્ર સજા આપવા પૂરતી સીમિત નથી, પરંતુ રસ્તા પર જવાબદારીપૂર્વક ડ્રાઇવિંગ કરનારાઓ માટે લાભદાયી સાબિત થશે.ઉત્તમોત્તમ ડ્રાઇવિંગ રેકોર્ડ ધરાવતા ચાલકોને ઈન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા પ્રીમિયમમાં નાણાકીય છૂટછાટ અને પ્રોત્સાહક ઈનામો આપવામાં આવશે.જૂની BS-IV ગાડીઓ માટે 4000 થી 5000 ની કિંમતનું નવું એમિશન કંટ્રોલ ડિવાઇસ રજૂ કરાશે, જે ધુમાડાનું ઉત્સર્જન BS-VI સ્તર સુધી ઘટાડશે.

ઓક્ટોબર 2027 થી ‘ભારત NCAP 2.0’ લાગુ થશે

દેશમાં વાર્ષિક આશરે 5 લાખ અકસ્માતમાં 1.80 લાખ લોકો જીવ ગુમાવે છે, જેમાં 18 થી 36 વર્ષના યુવાનો વધુ છે. આ અકસ્માતો અટકાવવા ઓક્ટોબર 2027 થી ‘ભારત NCAP 2.0’ કડક સુરક્ષા ધોરણો સાથે અમલી બનશે. વધુમાં, સુસજ્જ ડ્રાઇવિંગ તાલીમ માટે દેશભરમાં 1600 નવા ટ્રેનિંગ સેન્ટર્સ શરૂ કરવાની કામગીરી હાથ ધરાઈ છે.


આ પણ વાંચો : તહેવારોની સિઝનમાં મારુતિ સુઝુકીનો ધમાકો! Victoris અને WagonR પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ

આ પણ વાંચો :160 કિમી/કલાકની સુપરફાસ્ટ ઝડપે પણ વંદે ભારત રહેશે સંપૂર્ણ સુરક્ષિત! ‘કવચ 4.0’ નું સફળ પરીક્ષણ

આ પણ વાંચો :iPhone 18 Pro Max ની લોન્ચિંગ પહેલાં વિગતો લીક! જાણો કેમેરા, બેટરી અને ફીચર્સ