Tech News/ iPhone 18 Pro Max ની લોન્ચિંગ પહેલાં વિગતો લીક! જાણો કેમેરા, બેટરી અને ફીચર્સ

Appleની આગામી મોટો ઇવેન્ટ પહેલા iPhone 18 Pro Maxના દમદાર લીક્સ સામે આવ્યા છે. 6.9 ઇંચ OLED ડિસ્પ્લે, A20 Pro ચિપસેટ અને 5400mAh બેટરી સાથે આવનારા આ ફોનની ભારતમાં સંભવિત કિંમત અને ફિચર્સ વિશે વિગતે જાણો.

Tech & Auto
iPhone 18 Pro Max Features of the leak

Tech & Auto News : વિશ્વની દિગ્ગજ ટેક કંપની એપલ (Apple) પોતાની આગામી ફ્લેગશિપ સિરીઝ રજૂ કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. કંપની દ્વારા 9 સપ્ટેમ્બર 2026 ના રોજ એક મોટો મેગા લોન્ચિંગ ઈવેન્ટ યોજવામાં આવશે, જેનું ભારતીય સમયાનુસાર રાત્રે 10.30 વાગ્યે લાઈવ સ્ટ્રીમિંગ થશે. આ ઈવેન્ટમાં iPhone 18 Pro, iPhone 18 Pro Max અને કંપનીનો અત્યાર સુધીનો પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન ‘iPhone Ultra’ પ્રદર્શિત થવાની પ્રબળ શક્યતા છે. જોકે, સત્તાવાર લોન્ચિંગ પહેલા જ iPhone 18 Pro Max ના ફીચર્સ, કલર અને કિંમત અંગેની ઘણી વિગતો ટેક માર્કેટમાં લીક થઈ ગઈ છે.

આકર્ષક ડિસ્પ્લે, ચાર નવા કલર્સ અને અંદાજિત કિંમત

લીક્સ થયેલી માહિતી મુજબ, iPhone 18 Pro Max ચાર પ્રીમિયમ કલર વેરિઅન્ટ્સ – ડાર્ક ચેરી, સ્કાય બ્લૂ, બ્લેક અને સિલ્વરમાં દસ્તક આપી શકે છે. તેમાં 120 Hz રિફ્રેશ રેટ અને 3000 નિટ્સની પીક બ્રાઈટનેસ ધરાવતી 6.9 ઈંચની OLED સ્ક્રીન મળી શકે છે. ભારતીય બજારમાં 12 GB રેમ અને 256 GB સ્ટોરેજ ધરાવતા બેઝ મોડેલની પ્રારંભિક કિંમત રૂ. 169900 હોવાનું માનવામાં આવી રહ્યું છે.

48MP નો ટ્રિપલ કેમેરા સેટઅપ અને દમદાર બેટરી લાઈફ

ફોટોગ્રાફીના શૌખીનો માટે આ વખતે મોટો અપગ્રેડ જોવા મળી શકે છે. ફોનના રિયર પેનલ પર 48MP નો પ્રાઇમરી કેમેરા, 48MP અલ્ટ્રા-વાઇડ એંગલ અને 48MP પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ આપવાની ચર્ચા છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 24 MP નો શાનદાર ફ્રન્ટ કેમેરા મળશે. પાવર બેકઅપ માટે આ હેન્ડસેટમાં 5400 mAh ની પાવરફુલ બેટરી અને 25W વાયરલેસ MagSafe ચાર્જિંગ સપોર્ટ મળી શકે છે.

અત્યાધુનિક A20 Pro 2nm પ્રોસેસર

પર્ફોર્મન્સને સ્પીડી અને સ્મૂધ બનાવવા માટે એપલ તેમાં 2nm પ્રોસેસ પર આધારિત નવો A20 Pro ચિપસેટ આપી શકે છે. જાકે, કંપની તરફથી આ સ્પેસિફિકેશન્સ અને ડિઝાઇન પર સત્તાવાર મહોર મારવાની બાકી છે.


આ પણ વાંચો :ડિજિટલ મેપિંગ ક્ષેત્રે ભારતની નવી છલાંગ! Esri Indiaએ રજૂ કર્યું ‘GeoSARAL’

આ પણ વાંચો :ભારતીય માર્કેટમાં ધમાકો! 9,000mAh ની દમદાર બેટરી અને 50MP OIS કેમેરા સાથે Poco X8 5G લોન્ચ

આ પણ વાંચો :OpenAI એ લોન્ચ કર્યું અત્યાધુનિક GPT-6 Astra, માનવ મગજની જેમ વિચારવામાં સક્ષમ