Tech & Auto News : દેશમાં સ્વદેશી અને સક્ષમ ડિજિટલ સોલ્યુશન્સને વેગ આપવા માટે (GeoSARAL)ટેકનોલોજી ક્ષેત્રે મોટું કદમ ઉઠાવવામાં આવ્યું છે. જીઓસ્પેશિયલ અને મેપિંગ સોલ્યુશન્સ પૂરા પાડતી અગ્રણી કંપની એસરી ઈન્ડિયા (Esri India) એ ભારતીય બજાર માટે ખાસ ડિઝાઇન કરેલું ‘જિયોસરળ’ સોફ્ટવેર લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ લિનક્સ (Linux) આધારિત ડેસ્કટોપ જીઆઈએસ (GIS) પ્લેટફોર્મ સ્થાનિક જરૂરિયાતો, સરકારી વિભાગો અને કોર્પોરેટ ક્ષેત્રના દૈનિક મેપિંગ કામગીરીને અત્યંત સુગમ બનાવશે.
GeoSARAL : ઈન્ટરનેટ વગર સરળતાથી થશે GIS ઓપરેશન્સ
GeoSARAL ની સૌથી મહત્વપૂર્ણ વિશિષ્ટતા એ છે કે તેમાં લોકલ સિસ્ટમમાં સંગ્રહિત GIS ડેટા અને બેઝમેપ્સનો ઉપયોગ કરવા માટે સતત ઈન્ટરનેટ કનેક્ટિવિટીની જરૂર પડતી નથી. રિમોટ વિસ્તારો અથવા ફીલ્ડ વર્ક દરમિયાન યુઝર્સ ઑફલાઇન મોડમાં પણ ડેટા વિઝ્યુઅલાઇઝેશન, મેપિંગ, ક્વેરીઝ અને એડિટિંગ જેવા કાર્યો સરળતાથી પૂરા કરી શકશે.
સામાન્ય મેપિંગ કાર્યો માટે ઉત્તમ અને આર્થિક વિકલ્પ
સરળ નેવિગેશન અને એડિટિંગ: જ્યાં એડવાન્સ ૩D કે જટિલ એનાલિસિસની જરૂર નથી હોતી, ત્યાં સામાન્ય યુઝર્સ માટે આ પ્લેટફોર્મ અત્યંત ઉપયોગી સાબિત થશે.
ArcGIS સાથે પરફેક્ટ ટ્યુનિંગ: આ સોફ્ટવેર કંપનીના પ્રવર્તમાન ArcGIS ઈકોસિસ્ટમ અને ‘ઈન્ડો ArcGIS લિવિંગ એટલાસ’ સાથે સરળતાથી ઈન્ટિગ્રેટ થઈ શકે છે.
મલ્ટી-પ્લેટફોર્મ સપોર્ટ: તે લિનક્સ (Linux) અને વિન્ડોઝ (Windows) બંને ઓપરેટિંગ સિસ્ટમ પર સપોર્ટેડ છે, જ્યારે ટૂંક સમયમાં તેને એન્ડ્રોઈડ (Android) પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
કંપનીના વડાનું નિવેદન
એસરી ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અગેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, ભારતીય ગ્રાહકોની વિશિષ્ટ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ટેકનોલોજી વિકસાવવી એ અમારી પ્રાથમિકતા રહી છે. સરકારી અને કોર્પોરેટ યુઝર્સ તરફથી સસ્તા અને હળવા લિનક્સ આધારિત ડેસ્કટોપ GIS ની માગ વધી રહી હતી. GeoSARAL દેશની આત્મનિર્ભર ટેકનોલોજી ક્ષમતાઓને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
આ પણ વાંચો :સિમ્પલે લોન્ચ કર્યું ડોલ્ફિન ડિઝાઇનવાળું ‘Wave’ ઇલેક્ટ્રિક સ્કૂટર, જાણો તેના ફીચર્સ અને કિંમત
આ પણ વાંચો :ભૂલથી ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા? ગભરાવાને બદલે તરત કરો આ 4 કામ, પૂરેપૂરા નાણાં મળશે પરત
આ પણ વાંચો :એપલમાં મોટા નેતૃત્વ પરિવર્તન: ટિમ કૂક બાદ જોન ટર્નસે સંભાળી CEOની જવાબદારી
