Tech News/ સ્માર્ટવોચની પાછળ કેમ ચમકે છે લીલી લાઇટ? જાણો તેની પાછળનું કારણ

સ્માર્ટવોચ (Smartwatch) ની પાછળ દેખાતી લીલી લાઇટ શું કામ કરે છે? જાણો PPG ટેક્નોલોજી દ્વારા હાર્ટ રેટ મોનિટરિંગ કરવાની પદ્ધતિ અને ત્વચાની સુરક્ષા અંગેની સંપૂર્ણ માહિતી.

Tech & Auto
Smartwatch The secret of the green light

Tech & Auto News : સ્માર્ટવોચ (Smartwatch ) નો ઉપયોગ કરનારા દરેક વ્યક્તિએ તેની પાછળ ચાલુ-બંધ થતી કે સતત ચમકતી લીલી લાઇટ (Green LED Light) ચોક્કસ જોઈ હશે. ઘણા લોકોને લાગે છે કે આ માત્ર એક ફેશન કે સ્માર્ટવોચની ડિઝાઇનનો ભાગ છે, પરંતુ વાસ્તવમાં આ લાઇટ પાછળ એક અત્યાધુનિક હેલ્થ ટ્રેકિંગ ટેક્નોલોજી કામ કરે છે, જે તમારા હૃદયના ધબકારા અને સ્વાસ્થ્યનું સતત મોનિટરિંગ કરે છે.

Smartwatch : હાર્ટ રેટ મોનિટરિંગ અને PPG ટેક્નોલોજી કેવી રીતે કરે છે કામ?

સ્માર્ટવોચમાં પાછળના ભાગે ઓપ્ટિકલ હાર્ટ રેટ સેન્સર (Optical Heart Rate Sensor) આપેલો હોય છે. માનવ શરીરનું લાલ લોહી લીલા રંગની લાઇટને સૌથી વધુ શોષી લે છે. સેન્સર કાંડાની ત્વચા પર લીલો પ્રકાશ નાખે છે અને કેટલો પ્રકાશ પરાવર્તિત (Reflect) થઈને પાછો આવ્યો તેનું ગણિત માંડે છે.

જ્યારે હૃદય ધબકે છે ત્યારે ધમનીઓમાં લોહીનો પ્રવાહ વધે છે, જેથી લીલા પ્રકાશનું શોષણ વધારે થાય છે. બે ધબકારા વચ્ચે લોહીનો પ્રવાહ ઘટે ત્યારે શોષણ ઓછું થાય છે. આ ફેરફારના આધારે સ્માર્ટવોચ તમારા પલ્સ રેટ નક્કી કરે છે.રનિંગ, વોકિંગ કે કસરત કરતી વખતે હાર્ટ રેટ ઝડપથી બદલાતા હોવાથી સેન્સર વધુ ઝડપથી અને સતત બ્લિંક કરે છે.માત્ર લીલી લાઇટ જ નહીં, પરંતુ શરીરમાં ઓક્સિજનનું સ્તર (SpO2) માપવા માટે કેટલીક પ્રીમિયમ સ્માર્ટવોચમાં લાલ અને ઇન્ફ્રારેડ સેન્સર પણ આપવામાં આવે છે.

શું આ લીલી લાઇટથી ત્વચાને નુકસાન થાય છે?

સામાન્ય રીતે સ્માર્ટવોચમાં અત્યંત ઓછી ક્ષમતાવાળી સુરક્ષિત LED નો ઉપયોગ થાય છે, જે ત્વચા માટે નુકસાનકારક નથી. જો કાંડા પર લાલાશ કે બળતરા થાય તો તે લાઇટને કારણે નહીં પરંતુ સતત પરસેવો, ભેજ અથવા સ્ટ્રેપના ઘર્ષણના કારણે હોઈ શકે છે. આવી સ્થિતિમાં ઘડિયાળ થોડો સમય ઉતારીને કાંડું સાફ રાખવાની સલાહ આપવામાં આવે છે.


આ પણ વાંચો :iPhone માં Siri નો બોરિંગ અવાજ બદલવો છે? કોઈ એપ વગર આ સરળ ટ્રિકથી બદલો ભાષા અને Voice

આ પણ વાંચો :સ્માર્ટફોન કે કાર? iPhone Duo ની કિંમતમાં ઘરે લાવો આ બજેટ ફ્રેન્ડલી નવી કાર

આ પણ વાંચો :AI બનાવનારા જ ડરી ગયા! Anthropicના સંશોધકની ચેતવણીથી દુનિયામાં ખળભળાટ