Tech & Auto News : એપલ દ્વારા તાજેતરમાં લોન્ચ કરાયેલા ફોલ્ડેબલ સ્માર્ટફોન iPhone Duo ના 2TB વેરિઅન્ટની કિંમત 4.49 લાખ સામે આવતાં ટેક માર્કેટમાં ભારે ચર્ચા જાગી (iPhone Vs Car)છે. એક મોબાઈલ ડિવાઈસની કિંમત એટલી ઊંચી છે કે તેટલા બજેટમાં ભારતીય ઓટોમોબાઈલ માર્કેટ (Automobile market)માંથી આખા પરિવાર માટે બ્રાન્ડ ન્યૂ ચાર પૈડાં વાળી ગાડી ખરીદી શકાય છે.
iPhone Vs Car : iPhone Duo ના બજેટમાં આવતી શ્રેષ્ઠ કારોનું લિસ્ટ
જો તમે 3.5 લાખથી 4.5 લાખના બજેટમાં નવી ગાડી લેવાનું વિચારતા હોવ તો ભારતમાં આ વિકલ્પો ઉપલબ્ધ છે
Maruti Suzuki S-Presso: બોલ્ડ મિની-SUV લુક અને 1.0 લીટર એન્જિન ધરાવતી આ કારની એક્સ-શોરૂમ કિંમત 3.49 લાખથી શરૂ થાય છે.
Maruti Suzuki Alto K10: ઉત્તમ માઇલેજ અને ઓછા મેઇન્ટેનન્સ માટે જાણીતી આ ફેમિલી કાર 3.69 લાખની શરૂઆતી કિંમતમાં મળે છે.
Renault Kwid: સ્પોર્ટી ડિઝાઇન, 8 ઈંચ ટચસ્ક્રીન અને આધુનિક સેફ્ટી ફીચર્સ સાથે આ ગાડી 4.53 લાખમાં ઉપલબ્ધ છે.
Tata Tiago: ગ્રાહક ઓફર્સ અને ડિસ્કાઉન્ટ સાથે સેફ્ટી કિંગ ગણાતી આ મજબૂત હેચબેક 4.50 થી 4.70 લાખ આસપાસ મળી રહે છે.
Maruti Suzuki Celerio: વધુ સ્પેસ, સારો કમ્ફર્ટ અને સીએનજી ઓપ્શન ધરાવતી આ પાવરફુલ હેચબેક 4.69 લાખના પ્રારંભિક ભાવે ઉપલબ્ધ છે.
ગ્રાહકો માટે વિચારવા જેવો પ્રશ્ન
એક તરફ એક સુપર પ્રીમિયમ સ્માર્ટફોન છે તો બીજી તરફ આખા પરિવારની મુસાફરી સરળ બનાવતી સક્ષમ ફોર વ્હીલર. આખરે લાખો રૂપિયા એક ડિવાઈસ પાછળ ખર્ચવા કે નવી કાર ખરીદવી, તેનો નિર્ણય ગ્રાહકની વ્યક્તિગત જરૂરિયાત પર નિર્ભર કરે છે.
આ પણ વાંચો :AI બનાવનારા જ ડરી ગયા! Anthropicના સંશોધકની ચેતવણીથી દુનિયામાં ખળભળાટ
આ પણ વાંચો :તહેવારોની સિઝનમાં મારુતિ સુઝુકીનો ધમાકો! Victoris અને WagonR પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો :160 કિમી/કલાકની સુપરફાસ્ટ ઝડપે પણ વંદે ભારત રહેશે સંપૂર્ણ સુરક્ષિત! ‘કવચ 4.0’ નું સફળ પરીક્ષણ
