Tech News/ તહેવારોની સિઝનમાં મારુતિ સુઝુકીનો ધમાકો! Victoris અને WagonR પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ

મારુતિ સુઝુકી (Maruti Suzuki) એ તહેવારો પૂર્વે Victoris અને WagonR સહિતની એરેના કાર્સ પર મોટું ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે. Victoris Strong Hybrid પર રૂ. 1.35 લાખ સુધીની બચત મેળવો.

Tech & Auto
Maruti Suzuki car has become cheaper

Tech & Auto News : ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં તહેવારોનો પ્રારંભ થતાં જ નવી ફોર-વ્હીલર ખરીદવા ઈચ્છતા ગ્રાહકો માટે મારુતિ સુઝુકી (Maruti Suzuki) એ ખુશીના સમાચાર આપ્યા છે. સપ્ટેમ્બર 2026 માટે કંપનીએ પોતાના પોપ્યુલર ‘એરેના’ (Arena) ડીલરશિપ નેટવર્ક હેઠળના વિવિધ મોડેલ્સ પર શાનદાર ઓફર્સ જાહેર કરી છે. આ સ્પેશિયલ ફેસ્ટિવ ઓફર્સમાં ગ્રાહકોને કન્ઝ્યુમર ડિસ્કાઉન્ટ (Consumer Discount), એક્સચેન્જ બોનસ, સ્ક્રેપેજ અને અપગ્રેડ બેનિફિટ્સ દ્વારા સીધો મોટો આર્થિક ફાયદો મેળવવાની ઉત્તમ તક મળી રહી છે.

Maruti Suzuki : Victoris ના સ્ટ્રોંગ હાઇબ્રિડ મોડેલ પર સૌથી મોટો ધમાકો  

આ મહિનાની સૌથી આકર્ષક સ્કીમ મારુતિ સુઝુકી Victoris પર આપવામાં આવી રહી છે

પેટ્રોલ અને CNG મોડેલ: આ વેરિઅન્ટ્સ પર ગ્રાહકોને મહત્તમ રૂ. 85000 સુધીનો ફાયદો મળશે.

Strong Hybrid વેરિઅન્ટ: આ હાઇ-ટેક મોડેલ પર કંપની કુલ રૂ. 1.35 લાખ સુધીની બમ્પર છૂટ આપી રહી છે. તેમાં રૂ. 20000 નું ડાયરેક્ટ કન્ઝ્યુમર ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ અને વધારાના લોયલ્ટી ઈન્સેન્ટિવ્સ સામેલ છે

ફેમિલી કાર WagonR પર પણ ભારે બચત

દેશની સૌથી લોકપ્રિય ફેમિલી હેચબેક WagonR ના ગ્રાહકો માટે પણ વિશેષ પેકેજ રોલઆઉટ કરાયું છે. WagonR પેટ્રોલ વેરિઅન્ટ પર રૂ. 30000 ના સીધા કન્ઝ્યુમર બેનિફિટ સાથે કુલ રૂ. 57500 સુધીની બચત થઈ શકે છે. જ્યારે ઇકો-ફ્રેન્ડલી WagonR CNG વેરિઅન્ટ પસંદ કરનાર ગ્રાહકોને રૂ. 47500 સુધીના વિવિધ લાભો મળશે.


આ પણ વાંચો : જૂના ડીઝલ વાહનો માટે રાહતભર્યા સમાચાર!,જાણો કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ શું કહ્યુ.

આ પણ વાંચો :સ્વિચ બંધ નહીં કરો તો આવશે અધધ લાઈટબિલ! AC બંધ કરતી વખતે આ બાબતનું ખાસ રાખો ધ્યાન

આ પણ વાંચો :બ્રહ્માંડના સૌથી મોટા રહસ્ય પરથી પડદો ઉઠવાની શરૂઆત; ડાર્ક મેટર હોવાના મળ્યા સંકેતો