Tech & Auto News : દેશમાં પ્રદૂષણનું સ્તર ઘટાડવા અને પર્યાવરણની સુરક્ષા માટે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (Nitin Gadkari)દ્વારા અગત્યનું કદમ ઉઠાવવામાં આવી રહ્યું છે. જૂના ડીઝલ વાહનો, ખાસ કરીને કોમર્શિયલ ટ્રક અને બસોના માલિકો માટે સરકારે એક આર્થિક અને તકનીકી ઉકેલ શોધી કાઢ્યો છે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ જાહેરાત કરી છે કે ખૂબ જ ટૂંક સમયમાં જૂના વાહનોમાં એક ખાસ ‘રેટ્રોફિટ એમિશન કન્ટ્રોલ ડિવાઇસ’ (RECD) લગાવવા માટે લીલી ઝંડી આપવામાં આવશે, જેની અંદાજિત કિંમત માત્ર 4000 થી 5000 ની વચ્ચે હશે.
Nitin Gadkari : IIT દિલ્હીનું સફળ સંશોધન અને ટેસ્ટિંગ
આ નાવિન્યપૂર્ણ ટેકનોલોજી દેશની પ્રતિષ્ઠિત સંસ્થા IIT દિલ્હી (IIT Delhi) દ્વારા તૈયાર કરવામાં આવી છે. મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે આ ઉપકરણનું તકનીકી પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે BS-3 અને BS-4 કેટેગરી ધરાવતા જૂના ડીઝલ વાહનોમાં આ ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવાનો રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
કઈ રીતે કાર્ય કરશે આ સસ્તું રેટ્રોફિટ ડિવાઇસ?
આ નવું ડિવાઇસ જૂના વાહનોમાંથી ઉત્સર્જિત થતા હાનિકારક વાયુઓ અને પ્રદૂષકો પર નિયંત્રણ મેળવશે
પર્ટીક્યુલેટ મેટર (PM): ઝેરી કણોમાં લગભગ 90 ટકા સુધીનો ઘટાડો નોંધાશે.
નાઇટ્રોજન ઓક્સાઇડ (NOx): આ ઝેરી ગેસના ઉત્સર્જનમાં અંદાજે 60 ટકા સુધીનો ઘટાડો શક્ય બનશે.
આર્થિક બચત: વાહનચાલકોએ માત્ર પ્રદૂષણના કારણે પોતાના જૂના વાહનોને સ્ક્રેપમાં ફેંકવા કે નવા મોંઘા વાહનો ખરીદવા નહીં પડે. આ ઉપકરણ દ્વારા જૂના વાહનોમાંથી નીકળતું ધુમાડું BS-6 નોર્મ્સના સ્તરની નજીક પહોંચી જશે.
AIS-228 ધોરણો અને નવી નીતિઓ
સરકાર આ ટેકનોલોજી માટે વિશેષ માનકો નક્કી કરી રહી છે. માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા ‘Automotive Industry Standard (AIS) 228’ લાગુ કરવાની કવાયત હાથ ધરાઈ રહી છે, જેથી બજારમાં ગુણવત્તાસભર અને પ્રમાણિત ઉપકરણો જ ઉપલબ્ધ થાય.
જાણો અન્ય મહત્વની જાહેરાતો:
ટ્રાફિક નિયમોમાં નેગેટિવ પોઇન્ટ સિસ્ટમ: વારંવાર નિયમો તોડનારા ડ્રાઇવરોનું લાયસન્સ રદ કે સસ્પેન્ડ થઈ શકે છે, જ્યારે નિયમબદ્ધ વાહન ચલાવનારાઓને ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં રાહત આપવાની યોજના છે.
જાહેર પરિવહનનો વિકાસ: દેશમાં દર 1000 લોકોની વસ્તી પર માત્ર 2 બસો ઉપલબ્ધ છે, જ્યારે વૈશ્વિક સરેરાશ 8 બસોની છે. આ માટે સસ્તા પરિવહન મોડેલ્સ તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
અપડેટેડ ભારત NCAP (B-NCAP): ઓક્ટોબર 2027થી દેશમાં વાહનોની સુરક્ષા તપાસવા માટે વધુ કડક અને અદ્યતન ‘સેફ્ટી ચેઇન’ માનકો લાગુ કરાશે.
આ પણ વાંચો :નવી કાર ખરીદતી વખતે એન્ટી-રસ્ટ કોટિંગ કરાવવું ખરેખર જરૂરી છે કે પૈસાનો બગાડ?
આ પણ વાંચો :સિમ્પલે લોન્ચ કર્યું ડોલ્ફિન ડિઝાઇનવાળું ‘Wave’ ઇલેક્ટ્રિક સ્કૂટર, જાણો તેના ફીચર્સ અને કિંમત
