Tech News/ નવી કાર ખરીદતી વખતે એન્ટી-રસ્ટ કોટિંગ કરાવવું ખરેખર જરૂરી છે કે પૈસાનો બગાડ?

નવી કાર ખરીદતી વખતે અંડરબોડી એન્ટી-રસ્ટ કોટિંગ (Coating)કરાવવું કેટલું યોગ્ય છે? જાણો કયા વિસ્તારોમાં આ કોટિંગ જરૂરી છે અને ક્યાં આ ખર્ચ બિનજરૂરી બની જાય છે.

Tech & Auto
Coating Anti Rust for New Car

Tech & Auto News :નવી કારની ડિલિવરી લેતી વખતે અથવા સર્વિસ સેન્ટર પર ડીલરો ઘણીવાર અંડરબોડી એન્ટી-રસ્ટ કોટિંગ (Coating)કરાવવાની ભારપૂર્વક સલાહ આપતા હોય છે. પરંતુ શું દરેક નવી ગાડી માટે આ પ્રોટેક્શન લેયર જરૂરી છે? આજકાલની આધુનિક કારોના નિર્માણ સમયે જ ઓટોમોબાઈલ કંપની (Automobile company)ઓ ચેસિસ અને અંડરબોડી પર ગેલ્વેનાઈઝ્ડ સ્ટીલ સાથે ફેક્ટરી-ફિટેડ એન્ટી-કોરોઝન પ્રોટેક્શન આપે છે. પરિણામે, સામાન્ય અને સૂકા વાતાવરણ ધરાવતા શહેરોમાં રહેતા કાર માલિકો માટે ડિલિવરી સમયે જ આ વધારાનું કોટિંગ કરાવવું એ બિનજરૂરી આર્થિક બોજ બની શકે છે, કારણ કે ફેક્ટરી સિક્યુરિટી જ કારને 5 થી 10 વર્ષ સુધી કાટ સામે રક્ષણ આપે છે.

Coating  : શું છે આ એન્ટી-રસ્ટ પ્રોટેક્શન

એન્ટી-રસ્ટ કોટિંગ કારના નીચેના ધાતુના ભાગો પર લગાવવામાં આવતું એક સ્પેશિયલ કેમિકલ (Special Chemical)લેયર છે, જે તેને પાણી, ભેજ, કાદવ અને રસ્તાની ધૂળ-માટીથી સુરક્ષિત રાખે છે. મુંબઈ, ચેન્નાઈ, ગોવા જેવા દરિયાકિનારાના વિસ્તારો જ્યાં હવામાં મીઠાનું પ્રમાણ અને ભેજ વધારે હોય છે, અથવા જ્યાં ચોમાસામાં સતત પાણી ભરાવાની સમસ્યા રહેતી હોય, ત્યાં આ કોટિંગ અત્યંત ઉપયોગી સાબિત થાય છે. આ ઉપરાંત, જો તમારી ગાડી 5 થી 6 વર્ષ જૂની હોય અને નીચેનું ફેક્ટરી લેયર ઘસાઈ ગયું હોય, તો જ આ ટ્રીટમેન્ટ કરાવવી હિતાવહ છે.

ખોટી રીતે કરાયેલું કોટિંગ ઉલટાનું કારને પહોંચાડી શકે છે મોટું નુકસાન

સૂકા હવામાન ધરાવતા વિસ્તારોમાં નવી કાર પર તરત જ આ ખર્ચ કરવો નકામો છે. આ ઉપરાંત એક મોટી ટેકનિકલ સાવચેતી રાખવી જરૂરી છે: જો અંડરબોડીને બરાબર સાફ કરીને સુકવ્યા વગર જ તેના પર કેમિકલ કોટિંગ કરી દેવામાં આવે, તો અંદર અટવાયેલો ભેજ કારના તળિયાને અંદરથી જ ઝડપથી સડાવવાનું શરૂ કરી દે છે. આથી, ડીલરના દબાણમાં આવ્યા વગર તમારા વિસ્તારના વાતાવરણ અને જરૂરિયાત મુજબ જ આ અંગે આખરી નિર્ણય લેવો જોઈએ.


 આ પણ વાંચો :શું કોઈ છૂપી રીતે જોઈ રહ્યું છે તમારો પર્સનલ ડેટા? ફોન કેમેરા હેક થવા પર દેખાય છે આ 5 ખતરનાક ઈશારા, જાણો બચવાના ઉપાયો

આ પણ વાંચો :ભૂલથી ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા? ગભરાવાને બદલે તરત કરો આ 4 કામ, પૂરેપૂરા નાણાં મળશે પરત

આ પણ વાંચો :ઈન્સ્ટાગ્રામનો મોટો નિર્ણય: ‘AI ક્રિએટર’ લેબલનું નામ બદલાશે; ખોટી માહિતી આપનાર પ્રોફાઈલ્સની રીચ થશે ડાઉન