Not Set/ ઓટો/ જો તમે હ્યુન્ડાઇની કાર ખરીદવા માંગો છો તો કરો ઉતાવળ, નવા વર્ષથી કિંમતમાં થશે વધારો

દેશની બીજી સૌથી મોટી કાર ઉત્પાદક કંપની હ્યુન્ડાઇ કહે છે કે ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને તે આવતા મહિને એટલે કે નવા વર્ષથી પોતાની કારની કિંમતમાં વધારો કરવા જઇ રહી છે. તેનુ કહેવુ છે કે અમારે આ નિર્ણય લેવો પડી રહ્યો છે. દેશની બીજી સૌથી મોટી કાર ઉત્પાદક કંપની હ્યુન્ડાઇનાં વાહનો આવતા મહિને એટલે […]

Tech & Auto

દેશની બીજી સૌથી મોટી કાર ઉત્પાદક કંપની હ્યુન્ડાઇ કહે છે કે ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને તે આવતા મહિને એટલે કે નવા વર્ષથી પોતાની કારની કિંમતમાં વધારો કરવા જઇ રહી છે. તેનુ કહેવુ છે કે અમારે આ નિર્ણય લેવો પડી રહ્યો છે.

દેશની બીજી સૌથી મોટી કાર ઉત્પાદક કંપની હ્યુન્ડાઇનાં વાહનો આવતા મહિને એટલે કે જાન્યુઆરી 2020 થી મોંઘા થઈ જશે. કંપનીએ કહ્યું છે કે, ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને તે આવતા મહિનાથી એઠલે કે નવા વર્ષથી તેના તમામ વાહનોનાં ભાવમાં વધારો કરી રહી છે. હ્યુન્ડાઇ આવુ કરનાર ત્રીજી કંપની છે. અગાઉ મારુતિ સુઝુકી અને ટાટા મોટર્સે પણ જાન્યુઆરીથી તેમના વાહનોનાં ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડ (એચએમઆઈએલ) એ મંગળવારે જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું છે કે, “ભાવ વધારો મોડેલ અને બળતણ અનુસાર અલગ અલગ હશે.” જોકે, કંપનીએ કહ્યું નથી કે કયા મોડેલનાં ભાવમાં વધારો કરશે. તેમના મતે આ અંગે અંતિમ નિર્ણય લેવાનો બાકી છે.

કિંમતોમાં વધારો કરવાનો આ નિર્ણય ઓટોમોબાઈલ ક્ષેત્રે સુસ્તી વચ્ચે આવ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તમામ મોટા ઓટોમોબાઈલ ઉત્પાદકોનાં વેચાણમાં ઘટાડો થયો છે. સ્થિતિ એવી છે કે વધતી ઇન્વેન્ટરીને લીધે, ઘણી કંપનીઓએ મહિનાનાં અમુક દિવસોમાં ફેક્ટરીઓમાં ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય લીધો છે. વાહન ઉત્પાદકો સરકાર પાસેથી પ્રોત્સાહક પગલા લેવાની માંગ કરી રહ્યા છે. બીજી તરફ સરકારે તેમની માંગ પર ધ્યાન આપવાનું કહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.