દંડ/ રશિયાની એક કોર્ટે Google ને ફટકાર્યો 750 કરોડનો દંડ

ગૂગલને રશિયામાં ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. મોસ્કોની એક અદાલતે કહ્યું છે કે, તે ગેરકાયદેસર કન્ટેન્ટને દૂર કરવામાં નિષ્ફળ રહેવા બદલ ગૂગલને 7.2 બિલિયન રુબેલ્સ (આશરે રૂ. 735 કરોડ)નો દંડ ફટકાર્યો છે.

Tech & Auto
રશિયાએ ગૂગલને ફટકાર્યો દંડ
  • રશિયાએ ગુગલને ફટકાર્યો દંડ
  • ગુગલને 750 કરોડનો દંડ ફટકાર્યો
  • પ્રતિબંધિત કન્ટેન્ટ નહીં હટાવતા દંડ
  • ડ્રગ્સ, હથિયારો,વિસ્ફોટકોને લગતું કન્ટેન્ટ

ગૂગલને રશિયામાં ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. મોસ્કોની એક અદાલતે કહ્યું છે કે, તે ગેરકાયદેસર કન્ટેન્ટને દૂર કરવામાં નિષ્ફળ રહેવા બદલ ગૂગલને 7.2 બિલિયન રુબેલ્સ (આશરે રૂ. 750 કરોડ)નો દંડ ફટકાર્યો છે. રશિયામાં આ પ્રથમ મોટો આવક આધારિત દંડ છે. આ વર્ષે એક અભિયાનમાં રશિયાએ મોટી કંપનીઓ પર દબાણ વધાર્યું છે. જેને રશિયા દ્વારા ઈન્ટરનેટ પર નિયંત્રણ કડક કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. ટીકાકારો કહે છે કે, તે વ્યક્તિગત અને કોર્પોરેટ સ્વતંત્રતાઓને જોખમમાં મૂકે છે.

રશિયાએ ગૂગલને ફટકાર્યો દંડ

આ પણ વાંચો – Gadgets / Panasonic India એ એક નવું Tough એન્ડ્રોઇડ 10 ટેબ્લેટ કર્યુ લોન્ચ, એક ચાર્જ પર ચાલશે આટલા કલાક

આપને જણાવી દઇએ કે, રશિયા મોટી ટેક્નોલોજી કંપનીઓ પર દબાણ વધારી રહ્યું છે. ટાગાન્સ્કી ડિસ્ટ્રિક્ટ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે ગૂગલે પ્રતિબંધિત સામગ્રીને દૂર કરવાની સૂચનાઓની વારંવાર અવગણના કરી હતી અને કંપનીને આશરે 7.2 બિલિયન રુબેલ્સ (આશરે રૂ.750 કરોડ)નો દંડ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. ગૂગલે કહ્યું કે, તે કોર્ટના આદેશનો અભ્યાસ કરશે અને પછી તેની આગામી કાર્યવાહી અંગે નિર્ણય લેશે. રશિયન સત્તાવાળાઓએ ડ્રગનાં દુરુપયોગ, હથિયારો અને વિસ્ફોટકોને લગતી સામગ્રીને દૂર કરવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સતત દબાણ વધાર્યું છે. આ વર્ષની શરૂઆતમાં, સત્તાવાળાઓએ જેલમાં બંધ રશિયન સરકારનાં વિવેચક એલેક્સી નેવલનીનાં સમર્થનમાં વિરોધ અંગેની ઘોષણાઓને દૂર ન કરવા માટે ટેક્નોલોજી કંપનીઓને દોષી ઠેરવી હતી. રશિયન અદાલતોએ આ વર્ષે ગૂગલ, ફેસબુક અને ટ્વિટર પર નાના-નાન દંડ ફટકાર્યા છે. ગયા અઠવાડિયે, એક રશિયન ઉદ્યોગપતિએ એક કેસમાં ગૂગલ પર જીતનો દાવો કર્યો હતો. રશિયાએ ગૂગલ અને મેટા સહિત 13 વિદેશી ટેક્નોલોજી કંપનીઓને 1 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો છે. આ કંપનીઓએ રશિયાથી જ કામ કરવું પડશે, અન્યથા તેમને સંભવિત પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે.

રશિયાએ ગૂગલને ફટકાર્યો દંડ

આ પણ વાંચો – Round Up 2021 / વિશ્વના 333 અબજપતિઓની સંપત્તિમાં $1.3 ટ્રિલિયનનો વધારો, 165એ $465 બિલિયન ગુમાવ્યા

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ફેસબુકે દંડ તરીકે 1.7 કરોડ રુબેલ્સ (લગભગ 1.73 કરોડ રૂપિયા) ચૂકવ્યા છે. રશિયામાં, કંપની પર આ દંડ ગેરકાયદેસર કન્ટેન્ટને દૂર ન કરવા બદલ લાદવામાં આવ્યો હતો. ઈન્ટરફેક્સ ન્યૂઝ એજન્સીએ એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, કંપનીને આનાથી પણ મોટો દંડ ફટકારવામાં આવે તેવી શક્યતા છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મેસેજિંગ એપ ટેલિગ્રામે 1.5 કરોડ રૂબેલ (લગભગ 1.53 કરોડ રૂપિયા)નો દંડ પણ ચૂકવ્યો છે. આ કંપનીઓ પર કન્ટેન્ટ પર રશિયન કાયદાનું વારંવાર ઉલ્લંઘન કરવાનો આરોપ છે અને તેના કારણે તેમની વાર્ષિક આવકનાં અમુક ટકા દંડ તરીકે વસૂલવામાં આવી શકે છે.