Tech News/ ઈન્સ્ટાગ્રામનો મોટો નિર્ણય: ‘AI ક્રિએટર’ લેબલનું નામ બદલાશે; ખોટી માહિતી આપનાર પ્રોફાઈલ્સની રીચ થશે ડાઉન

ઈન્સ્ટાગ્રામ (Instagram) હવે “AI ક્રિએટર” લેબલનું નામ બદલીને “AI-જનરેટેડ પ્રોફાઈલ” કરી રહ્યું છે. જો AI કેરેક્ટર ધરાવતી પ્રોફાઈલ્સ સાચું લેબલ નહીં વાપરે તો તેમની રીચ ઘટી જશે, જ્યારે સાચું લેબલ વાપરનાર સર્જકો સુરક્ષિત રહેશે.

Tech & Auto
Instagram 'AI Creator' label has been renamed.

Tech & Auto News : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ (Instagram) હવે યુઝર્સને વાસ્તવિક ચહેરા અને AI વડે બનાવવામાં આવેલા ફેક અથવા વર્ચ્યુઅલ કેરેક્ટર્સ વચ્ચેનો તફાવત સમજવામાં મદદ કરવા માટે તેના નિયમોમાં મોટો ફેરફાર (SocialMedia Rules)કરી રહ્યું છે. કંપની હવે તેના જૂના “AI ક્રિએટર” લેબલનું નામ બદલીને તેને “AI-જનરેટેડ પ્રોફાઈલ” કરી રહી છે.

Instagram  : સાચું લેબલ નહીં વાપરનાર પર લાગશે ભલામણ પ્રતિબંધ

ઈન્સ્ટાગ્રામ અનુસાર, જો કોઈ પ્રોફાઈલમાં AI વડે જનરેટ કરાયેલું કેરેક્ટર કે પર્સનાલિટી હશે અને એકાઉન્ટ હોલ્ડર તેની સાચી માહિતી જાહેર નહીં કરે, તો તે પ્રોફાઈલની રીચ (Reachable Audience) પર બ્રેક વાગી જશે. આવી પ્રોફાઈલ્સને ઈન્સ્ટાગ્રામની ‘રિકમેન્ડેશન'(Recommendation) યાદીમાંથી હટાવી દેવામાં આવશે, જેનાથી નવા યુઝર્સ સુધી તેમનું કન્ટેન્ટ પહોંચશે નહીં. જોકે, જે સર્જકો ઈમાનદારીથી આ નવા લેબલનો ઉપયોગ કરશે તેમના એકાઉન્ટ પર કોઈ પેનલ્ટી કે વિપરીત અસર પડશે નહીં.

યુઝર્સના પ્રતિસાદ બાદ પારદર્શિતા વધારવા મોટું પગલું

અગાઉ ઘણા યુઝર્સે (Users) એવી ફરિયાદો કરી હતી કે તેઓ જેને વાસ્તવિક વ્યક્તિ સમજીને ફોલો કરી રહ્યા હતા, તે પાછળથી AI જનરેટેડ પ્રોફાઈલ હોવાનું બહાર આવ્યું હતું. આ ગેરસમજ દૂર કરવા માટે પ્લેટફોર્મે આ પારદર્શક સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. અકાઉન્ટ હોલ્ડર્સ પોતાના ‘Account Status’માં જઈને ચકાસી શકશે કે તેમની પ્રોફાઈલ પર કોઈ પ્રતિબંધ લાગ્યો છે કે નહીં, અને લેબલ ઉમેરીને તેને ફરીથી સક્રિય કરી શકશે.


આ પણ વાંચો :એપલમાં મોટા નેતૃત્વ પરિવર્તન: ટિમ કૂક બાદ જોન ટર્નસે સંભાળી CEOની જવાબદારી

આ પણ વાંચો :સેમસંગે લોન્ચ કર્યો દમદાર સ્માર્ટફોન Galaxy S26 FE; જાણો કિંમત, અને તમામ સ્પેસિફિકેશન્સ

આ પણ વાંચો :જૂનો સ્માર્ટફોન ક્યારે બદલવો જોઈએ? જાણો બેટરી, સોફ્ટવેર અપડેટ અંગેની સાચી માહિતી