Tech & Auto News : ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર માર્કેટમાં ધમાકો કરતાં Simple કંપનીએ પોતાનું નવું ફેમિલી ઇલેક્ટ્રિક સ્કૂટર ‘Simple Wave’ ભારતીય બજારમાં ઉતાર્યું (Simple Wave Scooter)છે. 1.09 લાખની આકર્ષક પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમતે રજૂ કરાયેલા આ સ્કૂટરની ડિઝાઇન ડોલ્ફિન માછલીથી પ્રેરિત છે, જે તેને અત્યંત આકર્ષક અને મોર્ડન લુક આપે છે. One S અને Ultra મોડલ્સની અપાર સફળતા બાદ હવે કંપનીએ આ નવા મોડલ સાથે ગ્રાહકોને ટાર્ગેટ કર્યા છે. આ સ્કૂટરની ડિલિવરી 25 સપ્ટેમ્બર 2026 થી શરૂ થવાની સંભાવના છે.
Simple Wave Scooter : 4 અલગ-અલગ બેટરી વિકલ્પો અને 243 KM ની દમદાર રેન્જ
ગ્રાહકોની જરૂરિયાત મુજબ આ સ્કૂટરમાં 2.2kWh, 2.7 kWh (LFP Technology) તેમજ 3.7 kWh અને 5 kWh (NCA Technology) ના ચાર અલગ-અલગ બેટરી પેક આપવામાં આવ્યા છે. Gen 3 બેટરી મેનેજમેન્ટ સિસ્ટમથી સજ્જ આ સ્કૂટર ફાસ્ટ ચાર્જરની મદદથી માત્ર 70 મિનિટમાં 0 થી 80 ટકા સુધી ચાર્જ થઈ જાય છે. અલગ-અલગ વેરિઅન્ટમાં 110 કિમી, 132 કિમી, 171 કિમી અને સૌથી મોટા વેરિઅન્ટમાં મહત્તમ 243 કિમી સુધીની IDC રેન્જ મળે છે. 8 bhp ની પાવર જનરેટ કરતી PMSM મોટર સાથે સ્કૂટર માત્ર 3.3 સેકન્ડમાં 0 થી 40 કિમી/કલાકની સ્પીડ પકડી શકે છે. તેની ટોપ સ્પીડ 75 થી 90 કિમી/કલાક સુધીની છે.
એડવાન્સ સેફ્ટી અને 7-ઇંચની સ્માર્ટ TFT ડિસ્પ્લે
પરિવારની ઉપયોગિતાને ધ્યાનમાં રાખીને આ સ્કૂટરમાં 70 લીટરની વિશાળ સ્ટોરેજ ક્ષમતા (બૂટ સ્પેસ) આપવામાં આવી છે. સ્કૂટર પડી જાય ત્યારે મોટર ઓટોમેટિક બંધ કરતી ‘Drop Safe’ સિસ્ટમ, હિલ-હોલ્ડ અસિસ્ટ, રિવર્સ મોડ અને અવાજ-વાઇબ્રેશન 15% સુધી ઘટાડતી ‘HushDrive’ સિસ્ટમ જેવા અદ્યતન સેફ્ટી ફીચર્સ તેમાં શામેલ છે. વધુમાં, 7-ઇંચની કલર TFT સ્ક્રીન, ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, વોટ્સએપ મેસેજ એલર્ટ, જીઓફેન્સિંગ, ઓટીએ (OTA) અપડેટ્સ અને ઇન્કોગ્નિટો મોડ જેવી સ્માર્ટ કનેક્ટિવિટી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાઈ છે.
આ પણ વાંચો :ભૂલથી ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા? ગભરાવાને બદલે તરત કરો આ 4 કામ, પૂરેપૂરા નાણાં મળશે પરત
આ પણ વાંચો :એપલમાં મોટા નેતૃત્વ પરિવર્તન: ટિમ કૂક બાદ જોન ટર્નસે સંભાળી CEOની જવાબદારી
આ પણ વાંચો :જૂનો સ્માર્ટફોન ક્યારે બદલવો જોઈએ? જાણો બેટરી, સોફ્ટવેર અપડેટ અંગેની સાચી માહિતી
