Gold Silver Price News: ભારતીય વાયદા બજાર એટલે કે MCXમાં આજે સોના અને ચાંદીના ભાવમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. કારોબાર દરમિયાન સોનાના ભાવમાં ₹1,823 એટલે કે 1.20%નો વધારો નોંધાયો છે. આ ઉછાળા સાથે સોનું ફરી એકવાર ₹1.50 લાખની માનસિક સપાટી પાર કરીને ₹1,54,225 પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયું છે. બીજી તરફ ચાંદીમાં પણ જોરદાર ખરીદી જોવા મળી રહી છે. ચાંદીના ભાવમાં ₹3,234 એટલે કે 1.37%નો વધારો થયો છે. આ સાથે ચાંદી ₹2,39,500 પ્રતિ કિલોગ્રામના સ્તરે પહોંચી ગઈ છે અને ₹2.40 લાખના ઓલટાઇમ હાઇ લેવલની નજીક પહોંચી છે.
સાતમના દિવસે સોના-ચાંદીમાં તેજી
આજે સાતમના દિવસે કિંમતી ધાતુઓમાં તેજી જોવા મળતા રોકાણકારોનું ધ્યાન ફરી સોના-ચાંદી(Gold Silver Price) તરફ ગયું છે. MCXના આંકડા મુજબ, સોનાનો અગાઉનો બંધ ભાવ ₹1,52,402 હતો. આજે બજાર ખુલતાં સોનું ₹1,53,799ના સ્તરે ખૂલ્યું હતું. દિવસ દરમિયાન તે ₹1,53,476ના નીચલા સ્તરથી વધીને ₹1,54,225ના ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું. ચાંદીનો અગાઉનો બંધ ભાવ ₹2,36,266 હતો. આજે ચાંદી ₹2,38,229ના ભાવે ખૂલી હતી. કારોબાર દરમિયાન તેણે ₹2,37,980નું નીચલું સ્તર અને ₹2,39,500નું ઊંચું સ્તર નોંધાવ્યું હતું.
Gold Silver Price કેમ વધી રહ્યા છે?
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીની(Gold Silver Price) કિંમતોમાં તેજી પાછળ અમેરિકાના નબળા આર્થિક આંકડા મુખ્ય કારણોમાંથી એક માનવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જાહેર થયેલા ADP પ્રાઇવેટ પેરોલ ડેટા અપેક્ષા કરતાં નબળા રહ્યા છે. આ આંકડાઓથી અમેરિકાના શ્રમ બજારમાં નબળાઈના સંકેતો મળ્યા છે. તેના કારણે ડૉલર અને અમેરિકન બોન્ડ યીલ્ડ પર પણ દબાણ જોવા મળ્યું છે. આ સ્થિતિમાં રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના તરફ વળતા હોવાથી તેની માંગમાં વધારો થયો છે.
ફેડના વ્યાજદર ઘટાડાની અટકળોથી પણ સપોર્ટ
અમેરિકન ફેડરલ રિઝર્વ આગામી સમયમાં વ્યાજદરમાં ઘટાડો(Gold Silver Price) કરી શકે તેવી અટકળો પણ સોના-ચાંદીના ભાવને સપોર્ટ કરી રહી છે. સામાન્ય રીતે વ્યાજદરમાં ઘટાડાની શક્યતા વધે ત્યારે ડૉલર અને બોન્ડ યીલ્ડ પર દબાણ આવી શકે છે, જ્યારે સોના જેવી કિંમતી ધાતુઓ પ્રત્યે રોકાણકારોનું આકર્ષણ વધી શકે છે. આ ઉપરાંત વિશ્વભરમાં ચાલી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવને કારણે પણ Safe-Haven Demand વધી રહી છે. વૈશ્વિક બજારના આ પરિબળોની અસર ભારતીય MCX પર પણ જોવા મળી રહી છે અને સોના-ચાંદીના ભાવમાં તેજી નોંધાઈ રહી છે.
