Air India Express Flight Emergency Landing: વારાણસીથી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ IX 1253માં ગુરુવારે સવારે અચાનક ધુમાડાનું એલર્ટ મળતાં ખળભળાટ મચી ગયો હતો. ફ્લાઈટના પાછળના કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં સ્મોક ઈન્ડિકેશન મળ્યા બાદ પાયલોટે કોઈ જોખમ ન લેતા તરત જ લખનૌ એર ટ્રાફિક કંટ્રોલ એટલે કે ATCનો સંપર્ક કર્યો હતો.
સવારે 8:52 વાગ્યે લખનૌમાં સુરક્ષિત લેન્ડિંગ
ધુમાડાનું એલર્ટ મળ્યા બાદ પાયલોટે સાવચેતીના પગલારૂપે વિમાનને લખનૌ તરફ વાળ્યું હતું. સવારે લગભગ 8:52 વાગ્યે વિમાનનું લખનૌના ચૌધરી ચરણ સિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ (Air India) કરાવવામાં આવ્યું હતું. વિમાન એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યા બાદ ઇમરજન્સી ટીમને તાત્કાલિક સક્રિય કરવામાં આવી હતી.
ઈમરજન્સી ટીમ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી
વિમાન લેન્ડ થતાં જ એરપોર્ટની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ, ફાયર બ્રિગેડ અને ટેક્નિકલ નિષ્ણાતો વિમાન પાસે પહોંચી ગયા હતા. વિમાનનું વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. સુરક્ષા ટીમે (Air India) કાર્ગો કમ્પાર્ટમેન્ટ સહિત વિમાનના વિવિધ ભાગોની તપાસ કરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન વિમાનની અંદર વાસ્તવિક ધુમાડો કે આગના કોઈ નિશાન જોવા મળ્યા ન હતા. એટલે કે ધુમાડાનું જે ઈન્ડિકેશન મળ્યું હતું, તે પાછળ કોઈ ટેક્નિકલ ખામી અથવા ફોલ્સ એલાર્મ હોવાની શક્યતા તપાસવામાં આવી રહી છે. જોકે ઘટનાની સંપૂર્ણ તપાસ બાદ જ એલર્ટનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે.
155 મુસાફરો અને ક્રૂ સંપૂર્ણ સુરક્ષિત
સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિમાનને (Air India) એરપોર્ટના સ્ટેન્ડ પર પાર્ક કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સવારે લગભગ 9:02 વાગ્યે મુસાફરોને વિમાનમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. વિમાનમાં કુલ 155 મુસાફરો અને ક્રૂ સભ્યો સવાર હતા અને તમામ લોકો સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું જણાવાયું છે. પ્રાથમિક માહિતી મુજબ, કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં ધુમાડાનું ઈન્ડિકેશન મળ્યા બાદ કોઈપણ સંભવિત જોખમ ટાળવા માટે ફ્લાઈટને લખનૌમાં ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એરપોર્ટ પર વિમાનની તપાસ અને જરૂરી સુરક્ષા પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ઘટનાને લઈને વધુ વિગતો તપાસ પૂર્ણ થયા બાદ સામે આવી શકે છે.
આ પણ વાંચો: હવાઈ મુસાફરી થશે સસ્તી? આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ માટે જેટ ફ્યુઅલના ભાવમાં મોટો ઘટાડો
આ પણ વાંચો: એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરનો હંગામો: વિન્ડો પર મુક્કા મારી નુકસાન પહોંચાડ્યું, CISFએ ઝડપી લીધો
આ પણ વાંચો: ઇન્ડિગોની સુરત-દુબઈ ડાયરેક્ટ ફ્લાઈટ ઓક્ટોબર સુધી સ્થગિત, વેપારીઓ પરેશાન
