Not Set/ દેશભરમાંથી દિલ્હી પહોંચી રહ્યા છે ખેડૂતો, આ છે માંગ …

આખા દેશમાં પદયાત્રા કરી રહેલા કિસાનો ફરી એકવાર રાજધાની દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે. 29 અને 30 નવેમ્બરે દિલ્હી આવતા આઠ માર્ગ કિસાનો, મજુર અને વંચિત મહિલાઓથી ભરાઈ જશે. અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિના આહવાન પર દેશભરના 200થી વધારે ખેડૂત-મજુર સંગઠનો બે દિવસ માટે દેશની રાજધાની દિલ્હીમાં ભેગા થઇ રહ્યા છે. આ વર્ષે […]

Top Stories India

આખા દેશમાં પદયાત્રા કરી રહેલા કિસાનો ફરી એકવાર રાજધાની દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે. 29 અને 30 નવેમ્બરે દિલ્હી આવતા આઠ માર્ગ કિસાનો, મજુર અને વંચિત મહિલાઓથી ભરાઈ જશે.

અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિના આહવાન પર દેશભરના 200થી વધારે ખેડૂત-મજુર સંગઠનો બે દિવસ માટે દેશની રાજધાની દિલ્હીમાં ભેગા થઇ રહ્યા છે. આ વર્ષે 2 ઓક્ટોબરે પણ જયારે કિસાનો દિલ્હીમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા તો દિલ્હી પોલીસે સુરક્ષાનો હવાલો આપતા બોર્ડર સીલ કરીને ખેડૂતોને દિલ્હી બહાર જ રોકી દીધા હતા.

mantavyanews.comm

કિસાન મુક્તિ યાત્રામાં સામેલ પ્રદર્શનકારીઓ દિલ્હીના જંતર-મંતર પર ભેગા થશે અને ત્યાંથી સંસદ સુધી માર્ચ કરશે.

કિસાન મુક્તિ મોર્ચાના આયોજકોએ આ વર્ષે 19 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનાં નામે એક ખુલ્લો પત્ર લખ્યો હતો, જેમાં કિસાનોની માંગો વિષે વિસ્તારથી લાખવામાં આવ્યું હતું.

mantavyanews.com

આ પત્રમાં લખવામાં આવ્યું હતું કે, દેશભરના લગભગ 200 કિસાન સંગઠનો તથા દેશના લાખો ખેડૂતો, મજૂરો અને ખેત મજૂરોનું પ્રતિનિધિત્વ કરી રહેલી અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમિતિ કે જે રોજગાર બચાવવાની લડાઈ લડી રહી છે, દિલ્હી સુધી ત્રણ દિવસીય કિસાન મુક્તિ માર્ચ આયોજિત કરી રહી છે. અમે આપને નિવેદન કરીએ છીએ કે, આપ 21 દિવસ સંસદનુ

બોલાવવાની માંગ સ્વીકારો. આ સત્ર પુરી રીતે કૃષિ સંકટ તથા એનાથી સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે હશે.