Not Set/ સુરતમાં પોલીસ બંદોબસ્ત સાથે 700થી વધુ ઝૂંપડાઓનું ડીમોલેશન, સ્થાનિક લોકોએ કર્યો વિરોધ

સુરત, સુરતના લાલ દરવાજા પટેલવાડી વિસ્તારમાં ઝુંપડા વાસીઓને 6 મહિના પહેલા આવાસ ફાળવી દેવાયા છે,  છતાં હજી સુધી ઞૂંપડાઓ ખાલી નહિ કરતાં નગરપાલિકાએ લાલ આંખ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવ ઞૂંબેશની કામગીરી હાથ ધરવામાં આવી છે. 700થી વધુ ઝૂંપડાઓને હટાવવામાં આવશે. તેમજ કતારગામ ઝોન માં પાણી ની સમસ્યા હલ કરવા ટાંકી બનાવવા માટે […]

Top Stories Gujarat Surat

સુરત,

સુરતના લાલ દરવાજા પટેલવાડી વિસ્તારમાં ઝુંપડા વાસીઓને 6 મહિના પહેલા આવાસ ફાળવી દેવાયા છે,  છતાં હજી સુધી ઞૂંપડાઓ ખાલી નહિ કરતાં નગરપાલિકાએ લાલ આંખ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવ ઞૂંબેશની કામગીરી હાથ ધરવામાં આવી છે.

700થી વધુ ઝૂંપડાઓને હટાવવામાં આવશે. તેમજ કતારગામ ઝોન માં પાણી ની સમસ્યા હલ કરવા ટાંકી બનાવવા માટે જગ્યા ખુલી કરવા કામગીરી પણ હાથ ધરવામાં આવશે.

મળતી માહિતી પ્રમાણે સુરતના કતારગામ ઝોનમાં ઝોનમાં પામીની સમસ્યા હલ કરવા પાણીની ટાંકી બનાવવા માટે જગ્યા ખુલી કરવા માટે કોર્પોરેશન દ્વારા મેગા ડીમોલેશન હાથધરવામાં આવ્યું છે.

પોલીસ દ્વારા દિનેશ કાછડીયાની અટકાય કરવામાં આવી હતી અને પાલીકા ડિમોલિસનની કામગીરી આગળ વધારવામાં આવી હતી.

જોકે, સ્થાનિક લોકોએ આ કામગીરીનો વિરોધ કર્યો હતો. ડીમોલેશનના વિરોધમાં કોંગ્રેસ કોર્પોરેટર દિનેશ કાછડીયા ઉપવાસ ઉપર બેઠા છે. જોકે, પોલીસ દ્વારા તેમની અટકાય કરવામાં આવી હતી અને પાલીકા ડિમોલિસનની કામગીરી આગળ વધારવામાં આવી હતી.