Anand News : આણંદના વઘાસી ગામનાં તળાવમાં સેંકડો માછલીઓનાં શંકાસ્પદ મોત થતા દુર્ગંધથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વઘાસી ગામના તળાવમાં અસંખ્ય માછલીઓના શંકાસ્પદ મોત નિપજતા તળાવનાં કિનારે અસંખ્ય મરેલી માછલીઓનાં ઢગ લાગી ગયા છે.
મરેલી માછલીઓની દુર્ગંધથી નજીકમાં રહેતા લોકો પરેશાન થઈ ઉઠ્યા છે. સ્થાનિક રહીશો દ્વારા આ અંગે ગ્રામ પંચાયતને જાણ કરવા છતાં તળાવના કિનારેથી દુર્ગંધ મારતી માછલીઓ દૂર કરવામાં નહીં આવતા હવે ધીમે ધીમે માછલીઓ કોહવાઈ રહી છે .
જેના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ રહેલી છે. તળાવમાં એક સાથે અસંખ્ય માછલીઓનાં મોત નીપજવાની ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી છે. તળાવનાં કિનારે મૃત માછલીઓના ઢગલા લાગ્યા છે. જો કે એક સાથે અસંખ્ય માછલીઓનાં મોતને લઈને રહસ્ય સર્જાયું છે. તળાવની ચારે તરફ કીનારા પર મૃત માછલીઓના ઢગલા જોવા મળી રહ્યા છે. તળાવનું પાણી પ્રદુષિત થવાના કારણે માછલીઓનાં મોત થયા છે કે પછી કોઈ અન્ય કારણ છે? તે અંગે અનેક શંકા કુશંકાઓ ચાલી રહી છે.
આ પણ વાંચો: સુરત સચિન બિલ્ડિંગ દુર્ઘટના: સાત લોકોના મોત નિપજ્યા, રેસ્કયૂ ઓપરેશન યથાવત્
આ પણ વાંચો: અમદાવાદમાં ભગવાન જગન્નાથને મામેરામાં શું આપવામાં આવ્યું
આ પણ વાંચો: સુરત બિલ્ડીંગ દુર્ઘટના: ફાયર માર્શલ વિકીએ કેવી રીતે બચાવી મહિલાને
