Not Set/ ભરૂચ:જંબુસર પોલીસની બર્બતા આવી સામે, બુટલેગરો પર મહેરબાન અને આમ જનતા સાથે બર્બરતા

ભરૂચ, ભરૂચના જંબુસરમાં પોલીસની બર્બરતાનો વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં એક પોલીસ જવાન એક યુવકને માર મારી રહ્યો છે. લાકડી અને ધોકાથી માર મરતા યુવક એક થી બે વખત નીચે પડી જાય છે તેમ છતાં આ પોલીસ જવાનને તેની પર દયા પણ નથી આવતાં. ખુલ્લેઆમ રસ્તામાં આવી રીતે માર મરાતાં આજુબાજુમાંથી પસાર થતાં લોકોમાં પણ […]

Top Stories Gujarat Others Videos

ભરૂચ,

ભરૂચના જંબુસરમાં પોલીસની બર્બરતાનો વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં એક પોલીસ જવાન એક યુવકને માર મારી રહ્યો છે. લાકડી અને ધોકાથી માર મરતા યુવક એક થી બે વખત નીચે પડી જાય છે તેમ છતાં આ પોલીસ જવાનને તેની પર દયા પણ નથી આવતાં.

ખુલ્લેઆમ રસ્તામાં આવી રીતે માર મરાતાં આજુબાજુમાંથી પસાર થતાં લોકોમાં પણ રોષની લાગણી ફેલાઇ ગઇ છે. કહેવાય છે કે પોલીસ સેવા, સુરક્ષા અને શાંતિ માટે હોય છે પરંતુ પોલીસની આ પ્રકારની બર્બરતાને કારણે લોકોને પોલીસ ઝેર જેવી લાગી રહી છે.

ઉલ્લેખનીય છે કે ભરૂચમાં દેશી દારૂની હાટડીઓ પણ ધમધમે છે. બુટલેગરો ખુલ્લેઆમ દેશી દારૂ વેચીને સાબિત કરી રહ્યા છે કે રાજયમાં દારૂબંધી નથી. બુટલેગરોને કોની રહેમનજર છે તે પણ એક સવાલ છે.

જ્યારે મંતવ્ય ન્યૂઝની ટીમે બુટલેગર સાથે વાતચીત કરી ત્યારે બુટલેગરે કહ્યું કે એક જમાદારને અમે દેશી દારૂના અડ્ડા ચાલે તે માટે 1000 હજાર રૂપિયા આપીએ છીએ…કોણ છે આ જમાદાર તેની તપાસ થશે કે કેમ તે સમય બતાવશે..