Gujarat election 2022/ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશ્મા પટેલે NCPમાંથી આપ્યું રાજીનામું,AAPમાં જોડાઇ શકે છે!

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકિ છે ત્યારે ઘણાબધા ઉમેદવારો પાર્ટીથી નારાજ ચાલતા હોય છે તેમની દાવેદારીના લીધે નિર્ણય લેવામાં ન આવે ત્યારે તે પાર્ટી છોડી દેતા હોય છે

Top Stories Gujarat

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકિ છે ત્યારે ઘણાબધા ઉમેદવારો પાર્ટીથી નારાજ ચાલતા હોય છે તેમની દાવેદારીના લીધે નિર્ણય લેવામાં ન આવે ત્યારે તે પાર્ટી છોડી દેતા હોય છે. એનસીપીના મહિલા નેતા અને પ્રદેશ પ્રવકતા રેશ્મ પટેલે એનસીપીમાંથી રાજીનામુ આપી દીધી છે. તેમણે પાર્ટીના તમામ સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે આ રાજીનામુ રાષ્ટ્રીય મહિલા પ્રમુખને આપ્યું છે.એનસીપીએ રેશ્મા પટેલની બેઠક માટે કોંગ્રેસ સાથે સમજૂતી ન કરતા તેઓ નારાજ ચાલી રહ્યા હતા, હવે તે આમ આદમી પાર્ટી સાથે જાેડાઇ શકે છે.

માનનીય શ્રીફૌજીયા ખાન (રાષ્ટ્રીય મહિલા પ્રમુખ – NCP)

વિષય :- હું રેશ્મા પટેલ મારા ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ અને ગુજરાત પ્રદેશ પ્રવક્તા ના પદ પરથી રાજીનામું આપું છું અને NCP ના પ્રાથમિક સદસ્યતા પરથી પણ રાજીનામું આપું છું.

મે NCP પાર્ટી સાથે નિષ્ઠાપૂર્વક અને ઈમાનદારીથી જનતા માટે કામ કર્યુ છે અને પાર્ટી ને મજબૂત બનાવવા માટે કામ કર્યુ છે.
મે ગુજરાતના સત્તાધારીઓ ની તાનાશાહી સામે દબંગ બની અવાજ ઉઠાવ્યો છે,
ગુજરાતમાં NCP ના સક્રિય કાર્યકર નો ફર્જ નિભાવ્યો છે, મને ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ અને પ્રદેશ પ્રવક્તા ની જવાબદારી આપવામાં આવી હતી. આજે હું આ બન્ને જવાબદારી પરથી રાજીનામું આપું છું અને NCP પાર્ટી માંથી પણ રાજીનામું આપું છું.
રાજનીતિમાં મહિલાઓ ના સંઘર્ષને તમે સમજી શકો છો, રાજનીતિનો નજરીયો એ છે કે તમે પોતાના સાથે થયેલ રાજકીય અન્યાય સામે અવાજ ઉઠાવો તો તમને રાજકીય સ્વાર્થનો ધબ્બો લગાવી બદનામ કરવામાં આવે છે. હું ખાલી એટલું સમજુ છું કે જનતાને ન્યાય અપાવવા માટે તમારી પોતાની તાકાત વધારવી પડે છે, જ્યારે તાકાત વધારવાનો મોકો આવે છે ત્યારે રાજકીય ષડયંત્ર અને અન્યાય નો સામનો કરવો પડે છે.
તમારા નેતૃત્વમાં કામ કરવાનો મોકો મળ્યો એ મારા માટે સૌભાગ્યની વાત છે. NCP ના શિર્ષ નેતૃત્વને મારા આદર અર્પણ કરુ છુ.
ધન્યવાદ

– રેશ્મા પટેલ