Ahmedabad News/ આંબેડકર ઓપન યુનિવર્સિટીએ ફીમાં 178 ટકાથી 317 ટકાનો કર્યો તોતિંગ વધારો

આંબેડકર યુનિવર્સિટીએ છેવટે જે ફી વધારો તોળાતો હતો તે કરી નાખ્યો છે. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.એ ફીમાં તોતિંગ વધારો કર્યો છે. એક લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ પર 178 ટકા જેટલો જંગી ફી વધારો અને વિદ્યાર્થીનીઓ પર 317 ટકા જેટલો જંગી ફી વધારો ઝીંકવામાં આવ્યો છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
આંબેડકર ઓપન યુનિવર્સિટી માં ફી (fees) વધારો

Ahmedabad News:   હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે આખિર જિસ કા ડર થા વહી હુઆ. આંબેડકર યુનિવર્સિટીએ (BAOU) છેવટે જે ફી (fees) વધારો તોળાતો હતો તે કરી નાખ્યો છે. આંબેડકર ઓપન યુનિ.એ ફી (fees) માં તોતિંગ વધારો કર્યો છે.

ફી વધારો

મફત શિક્ષણના બદલે જંગી ફી (fees)

આમ મફત શિક્ષણના બદલે ફી મા જંગી વધારો કરવામાં આવતા કોંગ્રેસે ભારે આક્રોશની લાગણી વ્યક્ત કરી છે. એક લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ પર 178 ટકા જેટલો જંગી ફી વધારો અને વિદ્યાર્થીનીઓ પર 317 ટકા જેટલો જંગી ફી વધારો ઝીંકવામાં આવ્યો છે. આના પગલે મહિલાઓના કોર્સની ફી જે ફક્ત વર્ષે 1,200 રૂપિયા હતી તે વધીને 5,000 રૂપિયા જેટલી થઈ ગઈ છે.

બાબાસાહેબ આંબેડકર યુનિ.એ (BAOU) વિવિધ કોર્સની ફીમાં ત્રણ હજાર રૂપિયાથી લઈને 15 હજાર સુધીનો નોંધપાત્ર વધારો કર્યો છે. યુજી અને પીજીના વિવિધ કોર્સ અને સર્વિસ માટેની ફીમાં જંગી વધારો કરવામાં આવ્યો છે.

ફી વધારો

વિવિધ કોર્સની ફીમાં નોંધપાત્ર વધારો

અગાઉ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફી જુદી-જુદી હતી. હવે બંને માટે એકસરખી વાર્ષિક ફી (fees) પાંચ હજાર રૂપિયા નક્કી કરવામાં આવી છે. BOE ઓપન એન્ડ ડિસ્ટન્સમાં ફીમાં તોતિંગ વધારો કરીને ફી 20 હજારથી વધારીને સીધી 35 હજાર રૂપિયા કરવામાં આવી છે. આ જ રીતે BOE બેચરલ ઓફ સ્પેશલ એજ્યુકેશનની ફી (fees) માં પણ મોટો વધારો કરવામાં આવ્યો છે. આ કોર્સની ફી પણ 30 હજાર રૂપિયાથી વધારીને 45 હજાર રૂપિયા કરવામાં આવી છે.

કોંગ્રેસે કર્યો વિરોધ

કોંગ્રેસનો (Congress) દાવો હતો કે કોંગ્રેસના શાસનમાં પ્રાથમિક શાળાથી માંડીને પીએચડી સુધીની કન્યા કેળવણી મફત હતી. સ્ટડી મટીરિયલ, પ્રિન્ટિંગ અને ડિલિવરી ખર્ચમાં વધારો થવાના કારણે આ ફી (fees) વધારાનો નિર્ણય લેવાયો છે. આ અંગે કોંગ્રેસનું કહેવું છે કે સરકાર તાયફાઓ ઓછા કરે તો વિદ્યાર્થીઓ રાહત દરે ભણી શકે. તેની સાથે કોંગ્રેસે વિવિધ સરકારી કાર્યક્રમો પાછળ થતાં જંગી ખર્ચની આકરી ટીકા કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કોરોનાથી અનાથ થયેલા બાળકોને આંબેડકર ઓપન યુનિવર્સિટી વિનામૂલ્યે પ્રવેશ આપશે

આ પણ વાંચો: બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ

આ પણ વાંચો: એક લાખથી વધુ વિદ્યાર્થીઓ પર 178 ટકા અને દીકરીઓ પર 317 ટકા ફી વધારો ઝીંકવાની તૈયારીમાં ડો. બાબાસાહેબ આંબેડકર યુનિ.