Ahmedabad News/ સાબરમતી આશ્રમ રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અડધાથી વધુ પૂર્ણ, માર્ચ 2026 સુધી પૂર્ણ થવાની શક્યતા

અમદાવાદના સાબરમતી આશ્રમ (Sabarmati Ashram)ના પુનઃવિકાસ પ્રોજેક્ટમાં અડધાથી વધુ કામ પૂર્ણ થયું છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Sabarmati Ashram

Ahmedabad News:અમદાવાદના ઐતિહાસિક સાબરમતી આશ્રમ (Sabarmati Ashram)નું રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ એક નવા અધ્યાયમાં પ્રવેશ કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ શરૂ થયેલા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં હવે અડધાથી વધુ કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને તેને માર્ચ 2026 સુધીમાં સંપૂર્ણપણે પૂર્ણ કરવાનું આયોજન છે.

12 માર્ચ 2024 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂમિ-પૂજન કરીને પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો હતો.પહેલાં માત્ર 5 એકરમાં ફેલાયેલો આશ્રમ હવે 55 એકરમાં વિસ્તરિત થઈ રહ્યો છે.પ્રોજેક્ટ અડધાથી વધુ પૂર્ણ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓગસ્ટ 2025માં સ્થળનું નિરીક્ષણ કરીને કામગીરીની સમીક્ષા કરી હતી.

સાબરમતી આશ્રમ (Sabarmati Ashram)ની મૂળ ઇમારતોનું રિસ્ટોરેશન

પ્રોજેક્ટનું સૌથી મોટું વિશેષત્વ એ છે કે સાદગી અને અધિકૃત સ્થાપત્યને જાળવી રાખવામાં આવી રહ્યું છે. 1930ના દાયકાની 36 મૂળ ઇમારતોનું રિસ્ટોરેશન કરવામાં આવી રહ્યું છે, જેથી આશ્રમ (Sabarmati Ashram)નું ઐતિહાસિક મહત્વ અકબંધ રહે.આ સાથે જ નવી આધુનિક સુવિધાઓ ઉમેરાઈ રહી છે. જેમાં મ્યુઝિયમ અને પ્રદર્શનો, ‘મોહન ટુ મહાત્મા યાત્રા’ થીમ આધારિત ગાર્ડન,વ્યાખ્યાન કેન્દ્ર, લાઇબ્રેરી અને આર્કાઇવ્સ તેમજ ફૂડ કોર્ટ, વિઝિટર ફેસિલિટીઝ અને અન્ય આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે.આ બધું જ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે પ્રવાસીઓને હવે માત્ર 1 કલાકમાં નહીં, પરંતુ 5-6 કલાક સુધી આશ્રમનો આનંદ માણી શકાય.

આ પુનઃવિકાસનો મુખ્ય ધ્યેય છે મહાત્મા ગાંધીના વિચારોને નવી પેઢી સુધી વધુ અસરકારક રીતે પહોંચાડવો. સત્ય, અહિંસા, આત્માનુશાસન, સેવા અને શાંતિ જેવા મૂલ્યોને આધુનિક રીતે પ્રસ્તુત કરીને આશ્રમને એક જીવંત સ્મારક બનાવવાનું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમ કેમ કર્યો હતો ત્યાગ? જાણો આ ઘરનો ઈતિહાસ