Nepal Flood Satellite Images Planet Labs Destruction: નેપાળમાં ચીનની સરહદ નજીક આવેલા વિસ્તારમાં અચાનક આવેલા ફ્લેશ ફ્લડે ભારે વિનાશ સર્જ્યો છે. ઘટનાના વાયરલ વીડિયો બાદ હવે સેટેલાઇટ તસવીરોએ પણ આ કુદરતી આફતની ગંભીરતા સામે લાવી છે. આ તસવીરોમાં પૂર પહેલાં અને પછીના વિસ્તારની સ્થિતિમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.
બરફ અને ખડકો તૂટવાથી પૂર આવ્યાની શક્યતા
નેપાળની(Nepal) નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા શેર કરાયેલા સેટેલાઇટ વિશ્લેષણમાં સંકેત મળ્યો છે કે બરફ અને ખડકોનો મોટો જથ્થો તૂટી પડવાથી આ વિનાશક પૂર સર્જાયું હોઈ શકે છે. આ કાટમાળે પાણીના કુદરતી પ્રવાહને અવરોધ્યો હોવાની પણ શક્યતા છે. આ ઘટના રસુવાગઢી બોર્ડર ક્રોસિંગથી આશરે 20 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં બની હોવાનું પ્રાથમિક વિશ્લેષણમાં સામે આવ્યું છે. ગ્લેશિયર વિસ્તારમાં બરફ અને ખડકોનો મોટો હિસ્સો તૂટી પડ્યો અને ત્યારબાદ બરફનું પાણી તથા કાટમાળ લ્હેન્દે ખોલા મારફતે ભોટે કોશી નદીમાં પહોંચ્યું.
Planet Labs को स्याटेलाइट तस्बिरको विश्लेषणका आधारमा गरिएको प्रारम्भिक अध्ययनबाट नेपाल-चीन रसुवागढी नाकाबाट करिब २० किलोमिटर उत्तरपूर्व नेपाल-चीन सिमानामा गएको हिम-चट्टान पहिरोका कारण ल्हेन्दे खोलामा गेग्य्रानसहितको बाढी आएको देखिएको छ। pic.twitter.com/kCAo9O1Zb0
— NDRRMA (@NDRRMA_Nepal) August 26, 2026
સેટેલાઇટ તસવીરોમાં મોટો ફેરફાર
પ્લેનેટ લેબ્સ દ્વારા 25 અને 26 ઓગસ્ટની સેટેલાઇટ તસવીરોની સરખામણી કરવામાં આવી હતી. તેમાં પૂર બાદ અસરગ્રસ્ત વિસ્તારમાં મોટાપાયે ફેરફાર જોવા મળ્યો. વસાહતો, રસ્તાઓ અને વિવિધ માળખાકીય પ્રોજેક્ટ્સને ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે અને સેંકડો લોકો લાપતા હોવાના અહેવાલ છે. Nepal અધિકારીઓના જણાવ્યા મુજબ 500થી વધુ પ્રવાસીઓનો હજુ સંપર્ક થઈ શક્યો નથી. તેમાં ભારત સહિત અમેરિકા, બ્રિટન અને મલેશિયાના નાગરિકો પણ સામેલ હોવાની માહિતી છે. કૈલાશ યાત્રા પર ગયેલા ભારતીય શ્રદ્ધાળુઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
ભોટે કોશી નદી બની વિનાશનું કારણ
26 ઓગસ્ટની સવારે ભોટે કોશી નદીનું જળસ્તર અચાનક ઝડપથી વધ્યું હતું. નદીમાં આવેલા ઉછાળાને કારણે ગામો, રસ્તાઓ અને હાઇડ્રોપાવર સુવિધાઓને ભારે નુકસાન પહોંચ્યું. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના(Nepal) વડાપ્રધાન બાલેન્દ્ર શાહ સાથે વાત કરીને તમામ શક્ય માનવતાવાદી મદદ આપવાની ખાતરી આપી છે. ભારત તરફથી રાહત અને બચાવ કામગીરીમાં સહયોગ માટે ટીમો પણ સંકલન કરી રહી છે. આ વિસ્તારમાં અગાઉ પણ ગ્લેશિયલ તળાવના પાણીના અચાનક વધારાને કારણે પૂર આવ્યું હતું. હિમાલયમાં વધતા તાપમાન અને ગ્લેશિયરમાં થતા ફેરફારોને કારણે આવી ઘટનાઓનું જોખમ વધતું હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:નેપાળમાં ભીષણ પૂરનો પ્રકોપ: 160ના મોત, 133 ભારતીય શ્રદ્ધાળુઓ પણ સંપર્કવિહોણા
આ પણ વાંચો:નેપાળમાં તિબેટથી આવેલા ભયંકર પૂરથી ભારે તબાહી, 1000 લોકોના વહી જવાની આશંકા
આ પણ વાંચો:નેપાળમાં હિમાલયનું મહાસંકટ; ગ્લેશિયર તૂટવાથી સર્જાયું ભીષણ પૂર, 160થી વધુ લોકોના મોત
