New Delhi News : પશ્ચિમ દિલ્હી (Delhi)ના તિલક નગર વિસ્તારમાં 21 વર્ષીય યુવતી અને પાર્ટ-ટાઇમ મોડેલ (Delhi Model)મુસ્કાનની તેના જ ઘરમાં ચાકુ મારીને હત્યા (Murder)કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર બુધવારે સાંજે યુવતી પોતાના ઘરમાં એકલી હતી ત્યારે હુમલો થયો હતો.
મળતી માહિતી પ્રમાણે, મુસ્કાન (Muskan )તિલક નગર (Tilak Nagar)ના ન્યૂ મહાવીર નગર વિસ્તારમાં ભાડાના મકાનમાં પરિવાર સાથે રહેતી હતી. ઘટના સમયે પરિવારના અન્ય સભ્યો બહાર ગયા હતા અને મુસ્કાન ઘરે એકલી હતી. આ દરમિયાન આરોપી તરીકે ઓળખાતા જિમ ટ્રેનર ઇમરાન (Gym Trainer Imran)તેના ઘરમાં પહોંચ્યો હોવાનો પોલીસને શંકા છે. ત્યારબાદ યુવતી પર ચાકુથી અનેક ઘા કરવામાં આવ્યા હતા.
પાડોશીઓએ બૂમો સાંભળી
હુમલા દરમિયાન મુસ્કાનની ચીસો સાંભળીને પાડોશીઓ તેના ઘરે દોડી આવ્યા હતા. તે સમયે યુવતી ગંભીર રીતે ઘાયલ હાલતમાં મળી આવી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
જિમ ટ્રેનર ઇમરાન પર શંકા
પોલીસે ઇમરાનને આ કેસમાં મુખ્ય શંકાસ્પદ તરીકે ઓળખાવ્યો છે. અહેવાલો અનુસાર મુસ્કાન અને ઇમરાન એકબીજાને અગાઉથી ઓળખતા હતા. પરિવાર તરફથી એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ઇમરાન અગાઉ મુસ્કાનને પરેશાન કરતો હતો. જોકે હત્યા (Murder)નું ચોક્કસ કારણ હજુ તપાસ હેઠળ છે અને આરોપી અંગે કાયદેસરની સ્થિતિ પોલીસ તપાસ બાદ વધુ સ્પષ્ટ થશે.
હત્યા બાદ આરોપી ફરાર
ઘટના બાદ ઇમરાન સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું પોલીસનું કહેવું છે. પોલીસની અનેક ટીમો તેની શોધખોળ કરી રહી છે. તપાસ દરમિયાન આસપાસના CCTV ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે. એક CCTV ફૂટેજમાં કથિત આરોપી ઝડપથી સ્થળ પરથી દૂર જતો જોવા મળ્યો હોવાના અહેવાલ છે.
પોલીસ હવે હત્યા (Murder)ની પાછળનું કારણ, આરોપી અને યુવતી વચ્ચેના સંબંધો તથા ઘટનાક્રમ અંગે વધુ માહિતી એકત્ર કરી રહી છે. આરોપીની ધરપકડ બાદ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.
