Not Set/ ગુજરાતમાં કોરોનાએ લીધો 117 લોકોનો જીવ, રાજ્યમાં વધ્યાં 11403 નવા સંક્રમિતો

ગુજરાત રાજ્યમાં કોરોના કેસ માં  વધારો થતો જોવા મળી રહ્યો છે . દિનપ્રતિદિન કેસોમાં સદંતર કેસો વધતા જોવા મળે છે તેમાં પણ  કેસો આજ 11,000 ને પાર જોવા મળી રહ્યા છે .કોરોના કેસ અને મૃત્યુ આંકમાં વધારો નોધાઇ રહ્યો છે. કોરોના કેસના દૈનિક આંકડા રોજ પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા […]

Top Stories Gujarat

ગુજરાત રાજ્યમાં કોરોના કેસ માં  વધારો થતો જોવા મળી રહ્યો છે . દિનપ્રતિદિન કેસોમાં સદંતર કેસો વધતા જોવા મળે છે તેમાં પણ  કેસો આજ 11,000 ને પાર જોવા મળી રહ્યા છે .કોરોના કેસ અને મૃત્યુ આંકમાં વધારો નોધાઇ રહ્યો છે. કોરોના કેસના દૈનિક આંકડા રોજ પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 11403 કેસ સામે આવ્યા છે.  જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 4,15,972ઉપર પહોચ્યો છે.

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર  ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 117  લોકોનાં મૃત્યુ થયા છે.  રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની 4719  સંખ્યા  છે.   રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 68,754 છે.અમદાવાદમાં નવા 4207 કેસ,સુરતમાં નવા 1897 કેસ, ,રાજકોટમાં 663 અને વડોદરામાં426  કેસ નોંધાયા છે. ભાવનગરમાં 124 અને જામનગરમાં 279 કેસ નોંધાયા.