Gujarat Weather/ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું, IMDએ વરસાદની કરી આગાહી

ગુજરાતમાં આ વર્ષે ઠંડી (Cold wave) ઓછી રહી છે. રાજ્યના કોઈ શહેરમાં લઘુત્તમ તાપમાન 10°Cથી નીચે ગયું નથી.

Top Stories Gujarat Breaking News
Cold wave

Gujarat Weather:ગુજરાતમાં આ વર્ષે શિયાળો અપેક્ષા કરતાં ઘણો હળવો (માઈલ્ડ) રહ્યો છે. ભર શિયાળામાં પણ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 2થી 5 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાઈ રહ્યું છે.

આજે (24 જાન્યુઆરી) રાજ્યના મુખ્ય શહેરોમાં તાપમાન આ પ્રમાણે નોંધાયું છે.

શહેરો

તાપમાન

શહેરો

તાપમાન

અમદાવાદ 14.8°C રાજકોટ 15.3°C
અમરેલી 14.8°C ડીસા 14.5°C
ગાંધીનગર 13.7°C પોરબંદર 16.2°C
કંડલા 14.2°C ઓખા 16.8°C
કેશોદ 14.1°C

ગુજરાતમાં  Cold wave નો અનુભવ

આ આંકડા દર્શાવે છે કે રાજ્યમાં ક્યાંય પણ તાપમાન 10°Cથી નીચે ગયું નથી, જે ગત વર્ષોની સરખામણીએ નોંધપાત્ર રીતે ઓછી ઠંડી  (Cold wave) દર્શાવે છે.ડિસેમ્બર 2024માં ગુજરાતમાં કડકડતી ઠંડી (Cold wave) નો અનુભવ થયો હતો. નલિયામાં 31 દિવસમાંથી 22 વખત લઘુત્તમ તાપમાન 10°Cથી નીચે ગયું હતું, જ્યારે 28 ડિસેમ્બરે તે 4.2°C સુધી પહોંચ્યું હતું. અમદાવાદમાં પણ 14 દિવસ તાપમાન 14°Cથી નીચે નોંધાયું હતું.

હવામાન નિષ્ણાતો અનુસાર, આ વખતે હિમાલયમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) નથી સર્જાયા, જેના કારણે પહાડો પર ભારે હિમવર્ષા ઓછી થઈ છે. સામાન્ય રીતે હિમવર્ષા પછી ઠંડા પવનો (Cold wave) મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી પહોંચે છે, પરંતુ આ વર્ષે તે અસર નથી જોવા મળી.વધુમાં, અલ નિનોની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો અટકી ગયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, જાણો ગુજરાતના ક્યાં જિલ્લામાં કેટલું નોંધાયું તાપમાન

આ પણ વાંચો:ગુજરાતમાં કાતિલ ઠંડીની એન્ટ્રી! હવામાન વિભાગે કરી બેવડી ઋતુની આગાહી

આ પણ વાંચો:ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું , ઉત્તર ગુજરાતમાં ધુમ્મસની આગાહી