Vadodara News/ ચૂંટણી આવતા જ બરોડા ડેરીનું રાજકારણ ગરમાયું : દીનુ મામા V/s કેતન ઈનામદારનો જંગ

દીનુ મામાએ કહ્યું કે, આક્ષેપ સિદ્ધ નહીં થાય તો કોર્ટમાં લઈ જઈશ

Gujarat Vadodara

Vadodara News : વડોદરાની બરોડા ડેરીમાં ચૂંટણી આવતા જ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જેમાંઆ ડેરીના પ્રમુખ દીનુ મામાએ વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા છે. બીજીતરફ ડેરીના પૂર્વ પ્રમુખ અજીત ઠાકોરને દીનુ મામાએ ચેલેન્જ આપી. તેમણે ડેરી પર કરેલા આરોપોને સાબિત કરવા પડકાર ફેંક્યો છે. આજે સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે બરોડા ડેરીમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો. જેમાં ડેરીના પ્રમુખ દિનુ મામાએ ધ્વજવંદન કર્યા બાદ વિરોધીઓ પર પ્રહાર કર્યા હતા. ડેરીના પૂર્વ પ્રમુખ અજીત ઠાકોરને દીનુ મામાએ ચેલેન્જ આપીને અને ડેરી પર કરેલા આક્ષેપો સાબિત કરો અને ખુલ્લા મંચ પર ચર્ચા કરવા તૈયાર પડકાર ફેંક્યો.

દીનુ મામાએ કહ્યું કે, આક્ષેપ સિદ્ધ નહીં થાય તો કોર્ટમાં લઈ જઈશ. હું કોઈનાથી ડરતો નથી. દિનુ મામાએ જણાવ્યું કે, ડેરી અંગે મારા વિરુદ્ધ કરાયેલા તમામ આક્ષેપો પુરાવા સાથે સાબિત કરો. હું ખુલ્લા મંચ પર ચર્ચા કરવા તૈયાર છું. જો આક્ષેપો સિદ્ધ નહીં થાય તો હું કાયદાકીય પગલાં લેવા કોર્ટમાં જઈશ. હું કોઈનાથી ડરતો નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે ડેરીની પ્રગતિ રોકવા માટે વિરોધ પક્ષ ખોટા પ્રચારનો આશરો લઈ રહ્યું છે.
દિનુમામાંની ચેલેન્જ બાદ અજિતસિંહ ઠાકોર મીડિયા સામે આવ્યા.

અજિતસિંહે કહ્યું કે, જો દિનુ મામા સાચા રાજકારણી હોત તો આજના દિવસે આ મુદ્દે ચર્ચા ન કરત. માત્ર બે લોકો ડેરીનો વહીવટ કરી રહ્યાં છે. તમામ ડિરેક્ટરો, ડેરીના મંત્રીઓને કઈ પણ બોલવાની આઝાદી નથી. ડેરીમાં ગેરકાયદે ભરતીઓ કરી મોટો ભ્રષ્ટાચાર આચર્યો છે. અમે જ નહીં, પરંતુ સભાસદો, ડેરીના વહીવટદારો સામે મેદાને પડ્યા છે. અમે તો માત્ર ભોળા સભાસદોને ટેકો કરી રહ્યા છીએ. ચેરમેન લોકોને ધાકધમકીઓ આપી રહ્યા છે.

અજિતસિંહ સવાલો કરતા કહ્યું કે, એમને પૂછો કે શાસન દરમિયાન કેટલી વખત પ્લાન્ટની વિઝિટ કરી? એમણે માત્ર ડેરીની ફોર્ચ્યુનર લઈને પાદરા તાલુકાના આંટાફેરા કરવા છે. એમના શાસનમાં કેટકેટલી દૂધ મંડળીઓ બંધ થઈ ગઈ છે. એમણે માત્ર પૈસા આપી મત લેવા છે. એ ગરીબ સભાસદોની હાય લઈ રહ્યા છે. દિનુ મામાને મીડિયા સમક્ષ નિવેદન આપવાનું ભાન નથી. ડેરીને તેઓ શાકમાર્કેટ સમજી બેઠા છે. સરકારના પેટા કાયદાને ડેરીના વહીવટદારો ઘોળીને પી ગયા છે. હું પણ તેમની સાથે ખુલ્લા મંચ પર આવીને ચર્ચા કરવા તૈયાર છું.

દિનુ મામા વાઇસ ચેરમેન હોવા છતાં ડેરીની ગાડી અને ઓફિસ વાપરી છે.દિનુમામાની ચેલેન્જનો સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે પણ સ્વીકાર કર્યો છે. તેમણે કહ્યું કે, 4 તારીખે સાધારણ સભા પહેલા એમના સમયે એમના દિવસે હું બધું કામ છોડી હાજર રહેવા તૈયાર છું. આ કોઈ રાજકીય મુદ્દો ન બનાવી માત્ર પશુ પાલકોના હિતનું ધ્યાન રાખવું જોઈએ. હું જાહેર મંચ બેસી તમામ સાબિતી આપવા તૈયાર છું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગીર સોમનાથ: સૂત્રાપાડાના હીરાકોટ બંદરે કન્ટેનર મળ્યું

આ પણ વાંચો:જુનાગઢ અને ગીર સોમનાથમાં ફરી ધરા ધ્રુજી,તાલાલા નજીક નોંધાયુ કેન્દ્ર બિંદુ

આ પણ વાંચો:ગીર સોમનાથમાં વેરાવળમાં પ્રેમીપંખીડાની આત્મહત્યા