Not Set/ વાયુ અપડેટ : 350 કિલોમીટર દૂર પહોંચ્યું વાવાઝોડું,વેરાવળમાં વરસાદ શરૂ

ગુજરાતના તટવર્તી વિસ્તારોમાં વાવાઝોડું “વાયુ” ત્રાટકવાની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, અરબી સમુદ્રમાંથી ઉદભવતા ચક્રવાતનું વાવાઝોડું વાયુ 75 કિલોમીટરથી વધીને 135 કિમી પ્રતિ કલાકની ઝડપની સાથે રાજ્યના ઘણાં વિસ્તારોમાં ત્રાટકશે. બુધવારે વહેલી સવારથી વેરાવળ પાસેના દરિયા કિનારે રહેતા હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. અમરેલી જિલ્લામાં પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર […]

Top Stories Gujarat Others Videos

ગુજરાતના તટવર્તી વિસ્તારોમાં વાવાઝોડું “વાયુ” ત્રાટકવાની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, અરબી સમુદ્રમાંથી ઉદભવતા ચક્રવાતનું વાવાઝોડું વાયુ 75 કિલોમીટરથી વધીને 135 કિમી પ્રતિ કલાકની ઝડપની સાથે રાજ્યના ઘણાં વિસ્તારોમાં ત્રાટકશે.

બુધવારે વહેલી સવારથી વેરાવળ પાસેના દરિયા કિનારે રહેતા હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

અમરેલી જિલ્લામાં પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર એલર્ટ છે.પૂનાની એનડીઆરએફની ટીમ અમરેલી પહોંચી ગઈ છે અને એનડીઆરએફની ટુકડી અસરગ્રસ્ત વિસ્તારો તરફ જવા રવાના થઈ ચુકી છે.એનડીઆરાએફની ટિમ ઉના, દિવ અને જાફરાબાદ જશે.એનડીઆરએફની ટિમ પ્રભાવિત વિસ્તારના લોકોનું સ્થળાંતર કરાવશે અને વાવાઝોડા સમયે તકેદારી રાખવા અંગે માર્ગદર્શન પણ આપશે.

આપને જણાવીએ કે આ વાવઝોડાને લઈને કચ્છના 53 ગામોને હાઇએલર્ટ પર મુકાયા છે.તો 15 હજારથી વધુના સ્થળાંતરની તૈયારી કરવામાં છે.આર્મી, બીએસએફ અને કોસ્ટગાર્ડ પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યા છે સાથે એરફોર્સની મદદ લેવાની તૈયારી થઇ રહી છે. સાથે સાથે કચ્છના બંદરો પર 2 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. એટલું જ નહીં કંડલા પોર્ટમાં કાર્ગો પરિવહનને પણ અટકાવાયું છે. સાથે જ ગાંધીધામ શહેર અને તાલુકામાં 7000 થી વધુનું સ્થળાંતર કરાશે

વાયુ વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કરી દીધી છે. વાયુ વાવાઝોડું વેરાવળથી દરિયાથી 350 કિલોમીટર દૂર છે. ત્યારે હવે તેને ગુજરાતમાં ટકરાવા માટે માત્ર 24 કલાકની વાર છે. જેમ જેમ વાવાઝોડુ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ ગુજરાતના અનેક વિસ્તારોમાં તેની અસર જણાઈ રહી છે.

આ વાવાઝોડાની અસર ગુજરાતમાં ઘણી જગ્યાએ જોવા મળી રહી છે ઘણા રાજ્યોમાં વરસાદી છાંટા પણ પડી રહ્યા છે ત્યરે વધુ અસર દીવમાં જોવા મળી રહી છે. ગાજવીજ સાથે દીવમાં વરસાદ શરૂ થઈ ગયો છે. સામાન્ય પવન સાથે વરસાદ હાલ પડી રહ્યો છે. આ સાથે જ દીવનો દરિયો પણ ગાંડોતૂર બન્યો છે. એક તરફ વરસાદના કારણે ઠંડક પ્રસરી છે તો બીજી તરફ લોકોમાં વાવાઝોડાનો ભય જોવા મળ્યો છે.